• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

આડેસરથી વરણું સુધી પોલીસે કારનો પીછો કરી 3.91 લાખનો શરાબ ઝડપી પાડયો

ગાંધીધામ, તા. 6 : રાપર તાલુકાના આડેસર નજીક કારમાં અંગ્રેજી પ્રકારના શરાબના જથ્થા સાથે પોલીસે ફીલ્મી ઢબે  કારનો પીછો કરી એક શખ્સને ઝડપી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન બે શખ્સોના નામ ખુલ્યા હતાં. આ કાર્યવાહી દરમ્યાન આડેસરથી વરણુ સુધી  ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ પુર્વ બાતમીના આધારે આડેસર પોલીસે ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. બાતમી મુજબ જી.જે. 8. સી.એસ. 1116 નંબરની શંકાસ્પદ સ્કોર્પીયો કારના ચાલકે ચેક પોસ્ટ ઉપર ચેકીંગ માટે ગાડી ઉભી રાખી ન હતી. આ કાર પુરઝડપે માખેલ તફર હંકારી  જવાઈ હતી. આડેસર પોલીસની ટુકડીએ ચેકપોસ્ટથી માખેલ સુધી સ્કોર્પીયો કારનો મારતી ગાડીએ પીછો કર્યો હતો વરણું  પાસે પોલીસે  સ્કોર્પીયો કારને આંતરેને ઉભી રખ ાવી હતી. કારમાં આરોપી ચાલક પ્રવિણકુમાર ક્રિષ્નારામ બીશ્નોઈને ઝડપી પાડયો હતો. કારમાં તપાસ કરતા તેમાંથી અંગ્રેજી પ્રકારના શરાબની જુદી જુદી બ્રાન્ડની 750 એમ.એલની 624 નંગ બોટલો અને 1728 નંગ કવાટરીયા સહીત નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3.97 લાખની કીમતનો શરાબ ઝડપી પાડી શરાબ કચ્છમા ઘુસાડાવાના કારસાને વીફળ બનાવ્યો હતો. કારમાં આરોપી સાથે રહેલો બીજો આરોપી રમેશ ઉર્ફે સુરેશ બીશ્નોઈ આડેસર ગામના પુલ પાસે ઉતરી ગયો હતો. દારૂનો જથ્થો સાંચોરમાં ઓમ બન્ના ઠેકામાંથી આરોપી મોબતસિંહે ભરી આપ્યો હોવાની કબુલાત આપી હતી. શરાબ કોને આપવાનો છે તે મોબતસિંહ જાણતો હોવાની કેફીયત આરોપી ચાલકે પોલીસને આપી હતી. આડેસર પાસે ઉતરી ગયેલા આરોપી અને દારૂ ભરી આપનારા આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. પી.એસ.આઈ વી.પી. આહીર અને સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang