• સોમવાર, 06 મે, 2024

ભુજ સીમની જમીન સંબંધે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફોજદારી

ભુજ, તા. 23 : શહેરની સીમના રે. સર્વે નં. 186વાળી જમીન (બાલાજી ગ્રીન્સ) મુદ્દે છેતરપિંડી-વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અંગે આજે -ડિવિઝન પોલીસ મથકે ભુજના જગદીશભાઇ આણંદજી ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી વેલબાઇ ખીમજી હીરાણી (હાલે લંડન-યુ.કે. મૂળ મિરજાપર) ભુજ સીમના રે. સર્વે નં. 186વાળી જમીનના પોતાના હક્ક ભાગના રૂા. 11 લાખ મૂળ માલિક સાહેદ ઘનશ્યામભાઇ કુંવરજી હીરાણી પાસેથી મેળવી લીધા હોઇ જમીનમાં પોતાનો કોઇ હક્ક-ભાગ હોવા છતાં ફરિયાદી તથા સાહેદ પાસેથી વધુ નાણાકીય લાભ મેળવવા તેમજ ફરિયાદીની જમીનમાં પાડેલા પ્લોટો કોઇ ખરીદે નહીં અને તેઓને આર્થિક નુકસાન થાય તે હેતુથી આરોપી વેલબાઇએ ખોટી હકીકત દર્શાવતું ખોટું પાવરનામું પોતાના પાવરદાર ધર્મેન્દ્રસિંહ ઝાલાને આપ્યું હતું. ફરિયાદમાં લખાવાયું છે કે, ખોટા પાવરનામા દ્વારા પાવરદાર ધર્મેન્દ્રસિંહે આરોપી વેલબાઇના કહેવાથી સમાચાર પત્રોમાં નોટિસો આપી તથા અલગ-અલગ જગ્યાએ અને ભુજ સિવિલ કોર્ટમાં દાવાઓ કરી ફરિયાદી તથા જમીનના મૂળ માલિક ઘનશ્યામભાઇ હીરાણી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી તથા ઠગાઇ કરી છે. પોલીસે વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી તપાસ હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang