• સોમવાર, 06 મે, 2024

શિકરા પાસે ભાંગતી રાત્રે કારમાં આવેલા ચાર શખ્સે કરી ડીઝલચોરી

ગાંધીધામ, તા. 23 : વાહનમાંથી ડીઝલચોરીનો વધુ એક બનાવ વાગડમાં નોંધાયો છે. ચાર શખ્સે ટ્રકમાંથી ઈંધણની ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.પોલીસના સત્તાવાર સાધનો પોસેથી મળતી વિગતો મુજબ બનાવ ગત તા. 21ના વહેલી સવારે  5 વાગ્યાના અરસામાં શિકરા પાસે બન્યો હતો. ચોપડવાથી કડોલ મીઠું ભરીને જતા ફરિયાદી ચાલક મનસુખભાઈ જેશંગભાઈ કોલી શિકરા પાસે ટ્રક ઊભી રાખીને સૂઈ ગયા હતા. સવારના અરસામાં ફરિયાદી જાગી જતાં ચાર અજાણ્યા શખ્સ પાઈપ દ્વારા કેરબામાં ટ્રકમાંથી ડીઝલ કાઢતા હતા. ફરિયાદીને જોઈને આરોપીઓ જી.જે. 4 સી.. 3087 નંબરની  સ્વિફટ કારમાં કેરબા લઈને નાસી ગયા હતા. ગાડીને ભુજ તરફ લઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang