• સોમવાર, 06 મે, 2024

સતવારી બેટ પરથી માદક પદાર્થનાં બે પેકેટ મળ્યાં

ભુજ, તા. 23 : નારાયણ સરોવરના ક્ષેત્રમાં સતવારી બેટ પરથી બીએસએફના જવાનોને ગઇકાલે સાંજે પેટ્રોલિંગ દરમ્યાન સતવારી બેટ પરથી માટીમાં ખરડાયેલા શંકાસ્પદ માદક પદાર્થ ચરસના બે પેકેટ મળ્યા હતા. અંગે નારાયણ સરોવર પોલીસ મથકે નોંધાયેલી જાણવાજોગ વિગતો મુજબ બી.એસ.એફ.ના જવાનોએ એક સ્પેશિયલ બોટ મારફતે ગઇકાલે દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમ્યાન સાંજે સતવારી બેટના વિસ્તારમાં તલાસી દરમ્યાન જવાનોને દરિયાઇ માટીથી ખરડાયેલા શંકાસ્પદ માદક પદાર્થ ચરસના બે પેકેટ મળ્યા હતા. પેકેટોનું વજન આશરે એક કિ.ગ્રા. જેટલું છે. એક પેકેટ સાઇટમાંથી તૂટેલું હતું. સિલ્વર કલરમાં પ્લેટિનમ કોફી લખેલા બે પેકેટ મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બરોબર એક વર્ષ પૂર્વે એપ્રિલ માસ દરમ્યાન કચ્છના દરિયા કિનારે તથા ટાપુઓ પરથી સિલસિલાવાર દરરોજ બિનવારસુ હાલતમાં ચરસના પેકેટો મળતા હતા. આથી જે-તે સમયે સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang