• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

ખાવડામાં ડીઝલ ચોરી : ત્રણ વિરુદ્ધ ફરિયાદ

ભુજ, તા. 17 : ખાવડાથી દિનારા જતા રોડ પર સુપર હોટલની સામે પાર્કિંગમાં રાખેલા ટેન્કરની ટાંકીમાંથી રૂા. 11,160ના ડીઝલની ચોરી થતાં ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. અંગે ખાવડા પોલીસ મથકે સુપર હોટલના માલિક મામદ રહીમ હાસમ સમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારની મધ્યરાત્રે તેની હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કર નં. જી.જે. 18-બી.ટી. 4550ની ટાંકીમાંથી 120 લિટર ડીઝલ જેની કિં.રૂા. 11,160ની ચોરી કરી તહોમતદાર સલીમ અલીમામદ સમા (મોટા પૈયા), અનશ બાંભણિયા સમા અને હાજી જિયા સમા (રહે. બંને નાના બાંધા) નાસી ગયા હોવાની ગઇકાલે ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang