• બુધવાર, 31 મે, 2023

ભુજમાં ગાંજાના ફરાર આરોપી `ચીનો' અને `બકરી' ઝડપાયા

ભુજ, તા 25 : બે દિવસ પૂર્વે ભુજના ભાનુશાલીનગર પાછળ રઘુવંશીનગરમાં ભાગીદારીમાં ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીને 600 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતા. આમાંનો એક આરોપી સહ આરોપી હર્ષદ ઉર્ફે `ચીના' સાથે જઇ ગાંધીધામના કાર્ગો ઝુંપડાથી માલ લાવ્યાની કેફીયત આપી હતી.આગળની તપાસ એસ.ઓ.જી.ને સોંપાઇ હતી. આ માદક પદાર્થ ગાંજાનો સહ આરોપી એવો હર્ષદ ઉર્ફે ચીનો જયંતીભાઇ રાઠોડ (રહે. ભુજ) તથા રાજુ ઉર્ફે રાજેશ ઉર્ફે બકરી લક્ષ્મણભાઇ દેવીપૂજક (રહે. કાર્ગો ઝુંપડપટ્ટી ગાંધીધામ)ને એસઓજીને ઝડપી પાડી એક દિવસના રિમાન્ડ મેળવાયા છે.