• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

દેવીસરની વીજલાઇનમાંથી વાયર ચોરનારા વરનોરાના ચાર શખ્સ પકડાયા

ભુજ, તા. 12 : દશ-બાર દિવસ પૂર્વે દેવીસરની વીજલાઇનમાંથી વાયર ચોરનારા નાના વરનોરાના ચાર શખ્સને મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી પાડયા છે. અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ આજે એલસીબીની ટીમ પેટ્રાલિંગમાં હતી ત્યારે હે.કો. ધનજીભાઇ આયરને બાતમી મળી હતી કે, નાના વરનોરાનો ધની જુખરા મોખા તેના મળતિયાઓ સાથે બોલેરો પિકઅપ લોડિંગ ગાડીમાં વાયરોના ગૂંચડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે. બાતમીના પગલે ધની ઉપરાંત રિયાઝ અભાસ ત્રાયા, નાસીર ભચુ મમણ અને રફીક સુલેમાન મમણ (ચારે રહે. નાના વરનોરા)ને એલ્યુમિનિયમ વાયરો કિં. રૂા. 50000 અને બોલેરો નં. જી.જે. 05 યુ.યુ. 9637 કિં. રૂા. 2,00,000 સાથે ઝડપી યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ?કરતાં દશ-બાર દિવસ પહેલાં ચારે ભેગા મળી દેવીસરની સીમમાંથી વીજલાઇનના થાંભલાઓ પરથી વાયર કાપીને ચોરી કરી હોવાની કબૂલાત કરતાં ચારેની મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાર્યવાહી અર્થે માધાપર પોલીસને સોંપવામાં આવ્યા છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang