ગાંધીધામ, તા. 18 : આદિપુરમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં
જાહેરમાં પત્તા ટીંચતા બે ખેલીને પકડી પાડી પોલીસે રોકડ રૂપિયા જપ્ત કર્યા હતા. આદિપુર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ક્રિષ્ના
પેટ્રોલપંપની સામે ખુલ્લાં મેદાનમાં આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં
ગંજીપાના વડે જુગાર રમતા અંજારના અજય બાબુલાલ ઠક્કર તથા ચારવાળી આદિપુરના ચરીતાકુમાર
રામદેવ મહંતો નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પત્તા ટીંચતા આ શખ્સો પાસેથી
રોકડ રૂા. 1470 પોલીસે જપ્ત કર્યા હતા. મોબાઇલ
કે વાહનો આ શખ્સો પાસેથી મળ્યાં નહોતાં.