ભુજ : મૂળ ભચાઉના સાહિલ મુકેશભાઇ પૂજારા (ઉ.વ. 22) તે સ્વ. પ્રેમિલાબેન દયાળજીભાઇ
મંગળજીભાઇ પૂજારાના પૌત્ર, લીલાવંતીબેન
મુકેશભાઇ પૂજારા (પીડબલ્યુડી)ના પુત્ર, સૂરજ, અમન (શિવમ)ના નાના ભાઇ, હિમાન્સીબેન સૂરજભાઇ,
ખુશ્બૂબેન સાવનભાઇના દિયર, આરવી, પ્રાર્થના, શ્લોકના કાકા, મીનાબેન
સંજયભાઇ (પીડબલ્યુડી), મુક્તિબેન સંદીપભાઇ, સંધ્યાબેન જગદીશકુમાર ભીંડે (આદિપુર)ના ભત્રીજા, ગં.સ્વ.
શાંતાબેન વિઠ્ઠલદાસ નાથાણીના દોહિત્ર, આશાબેન કીર્તિભાઇ (કનુભાઇ)
વિઠ્ઠલદાસના ભાણેજ, સાવન, સત્યમ,
દેવ, રામ, સિદ્ધિ સુમિતભાઇ
રૈયા, સુચિ ધવલભાઇ ભીંડે, ગોપી કિશનભાઇ
સચદેના કાકાઇ ભાઇ, શનિ, રવિ, શ્રદ્ધાના મામાના દીકરા, મહેન્દ્રભાઇ કીર્તિભાઇ નાથાણીના
ફઇના દીકરા તા. 2-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-7-2026ના શનિવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી
સેજપાલ (ભીવંડીવાલા) નવી લોહાણા મહાજનવાડી (રૂખાણા હોલ), વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : મહેશ્વરી (સિંચ) મેઘજીભાઇ અરજણ (ઉ.વ. 80) તે રામજીભાઇ, નથુભાઇના ભાઇ, દેવજીભાઇ
(આબુવાળા) (અમદાવાદ)ના જમાઇ, બાયાબેનના પતિ, મંજુલા, હરેશ, લક્ષ્મી,
સુશીલાના પિતા, સુરેશ, કમલેશ,
ધર્મેશ, સુનીલના મોટાબાપા, પ્રિયંકા, ઉર્મિલા, રિંકલ,
શિવાની, હિનાના નાના તા. 2-7-2026ના અવસાન પામ્યા છે.
ભુજ : હાંસબાઇ કાનજી વારસુર (ઉ.વ. 80) તે સ્વ. કાનજી બિજલ વારસુરના
પત્ની, મગન, માનબાઇ હમીર ખોખર
(ભુજ)ના માતા, ખેંગાર દાના વારસુર, રાજુ
લાખા વારસુર, સામજી લાખા વારસુર, ભચીબેન
ગોપાલ ગોરડિયા (આદિપુર), દેવલબેન ગાભા સામન પઢિયાર (કંઢેરાઇ),
સીતાબેન અરજણ લોંચા (કુકમા), કેશરબેન પરબત જેપાર
(અવધનગર), વાલુબેન રામજી લેઉવા (સરલી), વીરબાઇ કરશન સંજોટ (ધ્રંગ), અમીબેન રામજી સિજુ (અવધનગર),
ધનીબેન (કટારિયા)ના કાકી, વેલજી જખુ લોંચા (અંજાર)ના
બહેન, કાનજી વેલજી લોંચા (અંજાર)ના ફઇ, આલુ વિરમ વારસુર (અવધનગર), લધુ રૂપા વારસુરના ભાભી,
હરેશ, નિશાંતના દાદી, નીતેશ,
વનિતા, રાની, સુરેશના નાની
તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 5-7-2026ના રવિવારે સાંજે આગરી અને
પાણી (ઘડાઢોળ) તા. 6-7-2026ના
સોમવારે સાંજે નિવાસસ્થાન જી.આઇ.ડી.સી. હંગામી આવાસ,
ભુજ ખાતે.
ભુજ : સમેજા નસીમબાનુ રમજુ (ભચો) (ઉ.વ. 47) તે સમેજા સાલેમામદ ભચુ (મોટા
આસંબિયા), સમેજા નૂરમામદ જમાલના ભાભી, આફતાબ અને અરબાજના માતા, મ. સમેજા અબ્દુલ કરીમના પુત્રી,
મ. સમેજા અબ્બાસના બહેન તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-7-2026ના સવારે 10થી 11 જકરિયા મસ્જિદ, ખાસરા ગ્રાઉન્ડ, સંજોગનગર, ભુજ
ખાતે.
ગાંધીધામ : મૂળ બિદડાના હાલે કલિકટ (કેરાલા) ઝવેરબેન (ઉ.વ. 87) તે સ્વ. જયંતીલાલ ધનજી મહેતાના
પત્ની, મુકેશ તથા પ્રીતિના માતા, સ્વ. ચંપાબેન ચુનીલાલ ડાયાચંદ મહેતા (બિદડા)ના પુત્રી, સ્વ. શાંતિલાલ, સ્વ. કાંતિલાલ પ્રેમચંદ, સ્વ. પૂનમચંદ, રાજેશ (મુંબઈ), માનવંતીબેન
(મુંબઈ), જશવંતીબેન (ભુજ), સ્વ. દમયંતીબેન
(અંજાર)ના મોટા બહેન, સ્વ. સરલાબેન, સ્વ.
પ્રફુલાબેન, સ્વ. જાસુદબેન, વીણાબેનના નણંદ
તા. 3-7-2026ના કલિકટ (કેરાલા) ખાતે અવસાન
પામ્યા છે. (લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી.)
નખત્રાણા : ખંભુ કાનબાઈ (ઉ.વ. 73) તે ખંભુ નથુ તેજા (કોઠારા)ના
પત્ની, પચાણભાઈ, મનુભાઈ,
લક્ષ્મીબેન ડાયાલાલ બુચિયા (બેરૂ)ના માતા, સ્વ.
જુમા કેસા ભાંભી (ભાડરા)ના પુત્રી, માલાભાઇના બહેન, દેવજીભાઈ, ડોસાભાઈના ફઈ, મનસુખ,
મુકેશ, વિજય, કલ્પેશ,
સવિતાબેન બાબુલાલ બડગા (મિરજાપર), ભાવનાબેન વિશાલ
મેરીયા (ઝુરા), આરતી, સાવિત્રી,
જશવંત, હંસરાજ, દેવજીના દાદી,
આચાર, વિશ્રામ, શંકરભાઈ
(કોઠારા), જેમલભાઈના ભાભી તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક
વિધિ તા. 13-7-2026ના સાંજે આગરી અને તા. 14-7-2026ના સવારે ઘડાઢોળ, બેસણું નિવાસસ્થાને.
માધાપર (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી મહેન્દ્રભાઇ
વલમજી વરૂ (ઉ.વ. 66) તે સ્વ. શાંતાબેન
તથા વલમજી કરસન વરૂના પુત્ર, હરીકુંવરબેનના
પતિ, ગં.સ્વ. મનીષાબેન, ચેતનાબેન,
દીપ્તિબેન, રૂચિબેન, દુલારીબેન,
ધ્રુવભાઇના પિતા તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 4-7-2026ના શનિવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન પીપળા શેરી, ઠાકર મંદિર ચોક, જૂનાવાસ,
માધાપરથી નીકળશે.
ચંદિયા (તા. અંજાર) : મૂળ ખેડોઈના લંગા રહીમાબાઈ કાસમભાઈ (ઉ.વ.
106) તે લંગા અબ્દુલ કાસમ (માજી
ફોરેસ્ટ), લંગા ઓસમાણ કાસમ, લંગા
રમજુ કાસમના માતા, લંગા હાજી રમજુ દાઉદ, મ. લંગા ફકીરમામદ બાવલાના સાસુ, લંગા મજીદ અબ્દુલ,
લંગા હસન અબ્દુલ, લંગા જાવેદ ઓસમાણ, લંગા સમીર ઓસમાણ, લંગા રજાક રમજુ, લંગા ફિરોઝ રમજુ, લંગા અસલમ રમજુના દાદી, લંગા ઈમરાન ફકીરમામદ, લંગા રજાક ફકીરમામદ, લંગા મુસ્તાક હાજી રમજુના નાની અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6/7/2026ના સોમવારે સવારે 10:30થી 11:30 મોટાપીર દરગાહ કમ્પાઉન્ડ, ચંદિયા ખાતે.
દરશડી (તા. માંડવી) : જાડેજા પૃથ્વીરાજાસિંહ ભારૂભા (ઉ.વ. 24) તે ભારૂભા લાખાજી જાડેજાના
પુત્ર, સ્વ. બાલુભા લાખાજી, હુલાસબા
ગુલાબસંગ સોઢા (વાંઢાય)ના ભત્રીજા, શક્તાસિંહ, સપનાબા જયરાજાસિંહ રાઠોડ (મોરબી), શીતલબા લક્ષ્યદીપાસિંહ
ઝાલા (નખત્રાણા)ના ભાઈ, ઝાલા હાલુભા જગુભા (રવાપર-મોરબી)ના ભાણેજ
તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને.
મેરાઉ (તા. માડવી) : નારણભાઈ કાનજીભાઈ ભીમાણી (ઉ.વ. 85) તે સ્વ. કુંવરમા તથા સ્વ. કાનજીભાઈ
વસ્તાના પુત્ર, પેથાભાઈ, સ્વ. મૂળજીભાઈ, સ્વ. ભાણજીભાઈના નાના ભાઈ, હરિભાઈ, સ્વ. ભવાનજીભાઈ, છગનભાઈ,
નર્મદાબેનના પિતા, નવીનભાઈ ચૌધરી, ભગવતીબેન, જવેરબેન, ભાવનાબેનના
સસરા, ભાવેશ, દીપેશ, વિશાલ, અલ્પા, ભૂમિકાના દાદા,
ઉદયભાઈ અને ગ્રિપેશભાઈના દાદા સસરા, શિલ્પાબેન,
અંજનાબેન, શ્રુતિબેનના દાદાજી સસરા, શુભ, ક્રિશવ, કુશ, ક્રિશા અને યમીના પડદાદા તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-7-2026ના શનિવારે સવારે 8થી 11, બપોરે 3થી 5 ગુરજીવાડી જ્યોતિ મંદિર સમાજવાડી, મેરાઉ (તા. માંડવી) ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : કુંભાર સાલેમામદ ઈસ્માઈલ (ઉ.વ. 65) તે કુંભાર ઈકબાલ, સલીમના પિતા, મ. હાજી
ઈશા, યુસુફ, અયુબના ભાઈ તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 5-7-2026ના રવિવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ગુંદિયાળી ખાતે.
ઉમરગઢ-નિરોણા (તા. નખત્રાણા) : ખલીફા સતાર મુસા (ઉ.વ. 42) તે મ. મુસા અલીમામદના પુત્ર, મામદના નાના ભાઈ, જુસબ,
ગફુર અને સતારના સાળા, ઈકબાલ, મુસ્તાક (સામત્રાના) બનેવી, કાસમ, લતીફ અને અલીમામદના ભાણેજ, સુલતાન, ઇસ્માઇલ, જુમા, પપુના કાકા,
સિમરન, સનાયા અને સુફિયાનાના પિતા તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 5-7-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ઉમરગઢ ખાતે.
ખટિયા (તા. લખપત) : આચારભાઈ મનજીભાઈ જાંજાણી (ઉ.વ. 52) તે પરમાબાઈના પતિ, ભીમજી, રવજીના પિતા,
હરજીભાઈ, સ્વ. મેઘજીભાઈ, ભોજરાજભાઈના ભાઈ, ભગત કાનજી ભારમલ, લખુ ભારમલ, હીરા ભારમલ, ધનજી ભારમલ,
સ્વ. ચાંપુબાઈ નાથા સોલંકી (અટડા), મુલબાઈ ખીમજી
બલિયા (અટડા)ના ભત્રીજા, દયાલાલ હરજી, રતનાબાઈ
હેમરાજ સોલંકી (અટડા), બાંયાબાઈ મહેશ જેપાર (સાંભણા),
દમયંતી વસંત પાયર (ધારેશી)ના કાકા, સામજી ભોજરાજ,
ભરત ભોજરાજ, પ્રવિણ ભોજરાજ, વિજય ભોજરાજ, ભગવતીબેન નરેન્દ્ર બાંભણિયા (મા. મઢ)ના
મોટા બાપુ, સુમાર થાવર બલિયા (કોટડા મઢ)ના જમાઈ, જીવા ત્રિકમ બલિયા (પાનેલી)ના ભાણેજ તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. બારસ તા.
12-7-2026ના રવિવારે સાંજે તથા તા. 13-7-2026ના સવારે ઘડાઢોળ - પાણીયારો
નિવાસસ્થાને ખટિયા ખાતે.
રાજકોટ : જગદીશભાઇ લાખાભાઇ રાઠોડ (ઉ.વ. 73) તે સ્વ. લાખાભાઇના પુત્ર, સ્વ. પુષ્પાબેનના પતિ, પ્રતાપભાઇ, તેજલ, જલ્પા,
ભાવના, સોનુ, હિનાના પિતા,
યોગિતાબેનના સસરા, રાજના દાદા તા. 1-7-2026ના અવસાન પામ્યા છે.