• રવિવાર, 28 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : ફરીદા અબ્દુલ કેવર (ઉ.વ. 50) તે અબ્દુલ હાજી કેવરના પત્ની, ઇરફાન, ઇમરાન તથા નાઝમીનના માતા, ફાતીમા, ફરાના, આલિયા, અલવીરાના દાદી, વસીફ અલફાઝના નાની, સિકંદર જુસબ ત્રાયાના સાસુ તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 28-6-2026 તથા 29-6-2026ના નિવાસસ્થાન સંજયનગરી, નાગોર રોડ, જીઆઇડીસી પાસે ભુજ ખાતે.

ભુજ : ચારણ ભીમજીભાઇ લક્ષ્મણભાઇ (ધરડા) (ઉ.વ. 61) તે સ્વ. કમળાબેન લક્ષ્મણભાઇના પુત્ર, કરુણાબેનના પતિ, સ્વ. હીરાબેન, દીવાબેન, ભારતીબેન, વસંતભાઇના ભાઇ, સ્વ. નરેશ, રમીલા રમેશભાઇ લોંચા, ગીતા રમેશભાઇ વારહુર, ગૌતમના પિતા, તેજસ્વિની, મનોજના મોટાબાપા, બાબુભાઇ, વિનોદભાઇના કાકા, સુરેશ, અંજલિ, હેમલ, અર્જુનના દાદા, આયુષ, તન્નુ, ધ્રુવ, તૃપ્તિ, સાજન, રિધિકા, જાગૃતિના નાના તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-6-2026ના સાંજે આગરી, તા. 30-6-2026ના સવારે ઘડાઢોળ (પાણીયારું) નિવાસસ્થાન ચારણવાસ રામનગરી ભુજ ખાતે. 

ભુજ : લક્ષ્મીબેન ભીખાલાલ ભટ્ટી (ઉ.વ. 95) તે સ્વ. ભીખાલાલ સામજીભાઇ ભટ્ટીના પત્ની, સ્વ. જીવાબાઇ કેશર રાઠોડના પુત્રી, બાલુભાઇ, પ્રેમજીભાઇ, મોહનભાઇ ભટ્ટી, પ્રભાબેન, જયાબેન, મંગળાબેનના માતા, ઇન્દુબેન, કિરણબેન, નીતાબેન, સ્વ. ઉમેદલાલ ચૌહાણ, મણિલાલ ચૌહાણ, સ્વ. સુરેશ સાવંતના સાસુ, ધરમ, મિતેષ, મીત, જિગર, અવનીશ, વૈશાલી, જીલ, રેણુકાના દાદી, કૃતિબેન, ખુશ્બૂબેન, મનાલીબેન, જલ્પાબેનના દાદીસાસુ, જિયા, રાશિ, દેવાંશ, દિયાન્સ, યથાર્થના પરદાદી, મુકેશ ચૌહાણ, રાજેશ ચૌહાણ, કરણ સાવંતના નાની તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-6-2026ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.) 

અંજાર : મૂળ મોટી ખેડોઇના રાજકુંવરબા પોપટભા જાડેજા (ઉ.વ. 102) તે પોપટભા દેશળજી જાડેજાના પત્ની, સ્વ. સુરુભા પોપટભા જાડેજા તેમજ ગિરીરાજસિંહ પોપટભા જાડેજા, મંછાબા, સ્વ. રમાબા અને ગીતાબાના માતા, ધર્મદીપસિંહ, કુલદીપસિંહ, મીતરાજસિંહ, મયૂરસિંહના દાદી તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 27-6-2026થી 7-7-2026 સુધી નિવાસસ્થાન રામનગર (અંજાર) ખાતે.

ગાંધીધામ : મૂળ કોડકીના રસિકબા હિંમતસિંહ ચૂડાસમા (ઉ.વ. 93) તે ઋષિરાજસિંહ હિંમતસિંહ ચૂડાસમાના માતા તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-6-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 ક્ષત્રિય સમાજવાડી રિલાયન્સ પંપ પાછળ, આદિપુર ખાતે.

ગાંધીધામ : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ ચેતનાબેન દવે (ઉ.વ. 54) તે સ્વ. હિતેન્દ્રભાઈ લાભશંકર દવેના પત્ની, સ્વ. પુષ્પાબેન લાભશાંકર દવેના પુત્રવધૂ, નિધિ, ડોલી, હિરલના માતા, કાજલ, દેવાંગ, ભાવિન, મીત, બ્રિન્દાના કાકી, સ્વ. ફૂલશંકર મણિશંકર દવે (રાજકોટ)ના પુત્રી, સ્વ. નવનીતરાય હરિલાલ દવે, પ્રફુલભાઈ દવેના ભત્રીજાવહુ, સ્વ. પરેશ, ધર્મેન્દ્ર, ઉર્મિશ, કલ્પેશ, સંદીપ, પ્રશાંત, જ્યોતિ, દિવ્યા, જિજ્ઞાના ભાભી તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.29-6-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 ગાયત્રી મંદિર, શક્તિનગર સામે, ઓસ્લો સર્કલ, પાસે ગાંધીધામ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)

 માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની લક્ષ્મીબેન દેવજીભાઇ બારમેડા (ઉ.વ. 91) તે. સ્વ. દેવજીભાઇ લખમશીભાઇ બારમેડાના પત્ની, સ્વ. જેઠાલાલ પ્રાગજી ચૌહાણ (ચકાર કોટડા)ના પુત્રી, સ્વ. મોહનભાઇ, સ્વ. નારાણદાસ, સ્વ. દામજીભાઇ, સ્વ. મોરારજીભાઇ, સ્વ. મુલ્લાબેન, સ્વ. સાકરબેનના બહેન, સ્વ. ગોપાલભાઇ તથા સ્વ. મહેન્દ્રભાઇના માતા, ગં.સ્વ. મુક્તાબેન, સ્વ. શોભનાબેનના સાસુ, ભરત, નીતેશ, જિતેશ, પ્રીતિ, યતિન, યશ્મી, પ્રશાંતના દાદી, સુષ્મા, નીતા, ભગવતી, યતિનકુમાર, મિત્તલ પારસકુમાર, નેહાના દાદીજી સાસુ તા. 26-6-2026ના ધરમપુર ખાતે અવસાન પામ્યા છે. માતૃપક્ષની પ્રાર્થનાસભા તા. 29-6-2026ના સોમવારે સાંજે 5થી 6 મારૂ કંસારા સોની સમાજવાડી માધાપર ખાતે.

કુરન (તા. ભુજ) : સોઢા અખેરાજજી પૂંજાજી (ઉ.વ. 48) તે સોઢા પૂંજાજી રામસંગજીના પુત્ર, સોઢા લક્ષ્મણાસિંહના પિતા, સોઢા રાણાજી શિવાજી, મહોબતસિંહ પૂંજાજી, સ્વ. હિંમતાસિંહ પૂંજાજી, ભીભાજી સરૂભાજી, સુરાજી દાદુજી, ખીરાજી સરૂપાજી, વાઘજી સરૂપાજી, હઠુભા સરૂપાજીના ભાઈ, ભૂપતાસિંહ રાણાજી, ખેતાજી રાણાજી, પ્રતાપાસિંહ દાનસંગજી, અનુપાસિંહજી દાનસંગજી, પ્રવીણાસિંહ દાનસંગજી, વિક્રમાસિંહ દાનસંગજી, અનિરુદ્ધાસિંહ ભીભાજીના કાકા તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-7-2026ના  ગુરુવારે સાંજે આગરી અને તા. 3-7-2026ના શુક્રવારના સવારના ઘડાઢોળ નિવાસસ્થાને, કુરન ખાતે.

ચુનડી (તા. ભુજ) : કૈલાસબા જાડેજા (ઉ.વ. 39) તે સોમુભા જેઠુભાના પત્ની, દેવુભાના નાના ભાઇના પત્ની, રૂપસંગજીના ભાભી, રઘુવીરસિંહ, વિષ્નુબાના માતા, કુલદીપસિંહ, હમીરજીના કાકી, જયવીરસિંહ, અનુબા, જાનકીબાના મોટી મા, સ્વ. રાઠોડ બાલુભા રામસંગજી (સિક્કા-જામનગર)ના પુત્રી તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 3-7-2026ના શુક્રવારે નિવાસસ્થાને સાદડી, શંકર મંદિરની બાજુમાં ધર્મશાળા ચુનડી ખાતે. 

બાયઠ (તા. માંડવી) : રાયમા હાજી સુલેમાન ઇબ્રાહીમ (ઉ.વ. 70) તે ઓસમાણ અલારખ્યા, આદમ અલારખ્યાના ભાઇ, મ. કરીમ તથા સતાર, મુસ્તાક, સિદિક (રજાક)ના પિતા, રજાક ઇસ્માઇલ (ભુજ)ના સસરા, અદ્રેમાન, અલ્તાફના કાકા, રમીઝ તથા સદામના નાના, ફિરોઝ, રફીક, રિયાઝ, સોયબ અખ્તર, અમન, અયાન, રિહાબના દાદા તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-6-2026ના સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, જામા મસ્જિદ બાયઠ (તા. માંડવી) ખાતે. 

ધોકડા (તા. માંડવી) : જાડેજા ગોવિંદજી ગગુભા (ઉ.વ. 88) તે જાડેજા નવગણજીના પિતા, સંજયસિંહ, બહાદુરસિંહના દાદા, સોઢા ખોડુભાના નાના તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી ધોકડા ક્ષત્રિય સમાજવાડી ખાતે. 

ગઢશીશા (તા. માંડવી) : રમેશભાઇ શિવજીભાઇ રાજાવાઢા (બ્રહ્મક્ષત્રિય) (ઉ.વ. 68) તે નર્મદાબેનના પુત્ર, નિલાક્ષીબેન (ગઢશીશા)ના પતિ, નીરવ (ઓસ્ટ્રેલિયા), ડો. હેમલ બ્રહ્મક્ષત્રિય (ભુજ)ના પિતા, ખુશ્બૂ (ઓસ્ટ્રેલિયા), ડો. માનસીના સસરા, રુક્ષ્મણિબેન (દેશલપર), કાંતિલાલભાઇ (નલિયા), સ્વ. બિહારીભાઇ, મંજુલાબેન (જામનગર), અરવિંદાબેન (અમેરિકા), પ્રતાપભાઇ (મુંબઇ), કમલેશભાઇ (અમદાવાદ), શૈલેષભાઇ અને બિપિનભાઇ (નખત્રાણા), હર્ષાબેન (માંડવી), ગોપીબેન (વડોદરા)ના ભાઇ, સ્વ. ચંદ્રિકાબેન, વાસંતીબેન, દુર્ગાબેન (મુંબઇ)ના દિયર, ભાવનાબેન, સરોજબેન, ભારતીબેન (નખત્રાણા)ના જેઠ, કસ્તૂરબેન જવેરીલાલ મચ્છર (માંડવી)ના જમાઇ, હરિ, અર્નવ, પ્રનવ, પરમના દાદા, ગીતેશ, કાજલ, કૃપાના કાકા, નીલય, સાગર, કોમલ, વંશ, મીતના મોટાબાપા તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 28-6-2026ના સવારે 10.30 કલાકે નિવાસસ્થાન ઉમિયાનગર-5, ગઢશીશાથી નીકળશે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-6-2026ના સાંજે 4થી 5 જૈન મહાજનવાડી, ગઢશીશા ખાતે.

કોટડા (જ.) (તા. નખત્રાણા) : મારૂ કંસારા સોની ગં.સ્વ. રુક્ષ્મણિબેન ભાણજીભાઈ લાયચા (ઉ.વ. 90) તે સ્વ. મોઘીબેન રાવઘજી લાયચાના પુત્રવધૂ, ગં.સ્વ. વેલુબેન ખીમજીના દેરાણી, ગં.સ્વ. મધુબેન નાનાલાલ, ગં.સ્વ. અમૃતબેન પ્રવીણભાઈ, શારદાબેન રમેશભાઈના જેઠાણી, દામજીભાઈ (વિશ્વકર્મા સ્ટુડિયો), શાંતિલાલભાઈ (ચેતન સ્વીટ માર્ટ), ચંદુલાલ (રોબીન જ્વેલર્સ), ગોવિંદભાઈ (કિશન સ્ટુડિયો), રાજેશભાઈ (શ્રી રાજ જ્વેલર્સ), હેમલતાબેન (દેવીસર), ઉષાબેન (ગઢશીશા)ના માતા, મધુબેન, દક્ષાબેન, ભાવનાબેન, પ્રીતિબેન, નેહાબેન, જેરામભાઈ (દેવીસર), ધર્મેન્દ્રભાઈ (ગઢશીશા)ના સાસુ, પ્રદીપ, જયદીપ, ચેતન, મૌલિક, રોબીન, કિશન, ઓમ, અર્પિત, અંકિત, દીપ્તિ, પ્રાચીના દાદી, ખ્યાતિ, કવિતા, ધર્મિષ્ઠા, પૂજાના દાદી સાસુ, ગ્યાની, મૈથીલી, દેવાંશ, કિશાની, લવના પરદાદી, જેન્તીલાલ (રાયપુર), નવીનભાઈ (ભુજ)ના કાકી, હિરેન (ભુજ), અર્જુન (માધવ કેટરર્સ)ના મોટી મા, દક્ષા, જાગૃતિ, ચેતના, વંશિકા, ધ્રુવી, જેનીલના નાની, સ્વ. સોની કાનજી અરજણ (નેત્રા)ના પુત્રી, કેશુભાઈ કાનજી (જામનગર), મંગલભાઈ ભીમજી (નેત્રા), ખટાઉભાઈ ભીમજી (અમદાવાદ), કેશવજી ગોવિંદજી (આણંદ), શાંતાબેન, કમળાબેન, સ્વ. પ્રભાબેનના મોટા બહેન તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-6-2026ના સાંજે 5થી 6 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન, કોટડા (જ.) ખાતે.

મુંબઇ : મૂળ કચ્છના નલિયાના જિતેન્દ્ર રામકૃષ્ણ ગાવડિયા (ઉ.વ. 72) તે સ્વ. ચંચળબેન રામકૃષ્ણ ધર્મસિંહ ગાવડિયાના પુત્ર, દેવ્યાનીબેનના પતિ, સ્વ. પુરુષોત્તમભાઇ, સ્વ. ભવાનજીભાઇ, સ્વ. વિશ્વનાથભાઇ, સ્વ. લક્ષ્મીનારાયણભાઇ, સ્વ. નથુરામભાઇ અને સ્વ. હરિરામભાઇના ભત્રીજા, રાજેશ (રાજુ), પ્રજ્ઞા તેજસ અને સ્વ. પ્રશાંતના પિતા, જાગૃતિ રાજેશ અને તેજસ પંકજ હરિયામાણેકના સસરા, કલ્યાણજી માલજી સોનપાર (કચ્છ, રોહા કોટડા)ના જમાઇ તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-6-2026ના સાંજે 5થી 7, સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ, મુંબઇ 400080 ખાતે.

લાસલગાંવ (મહારાષ્ટ્ર) : મૂળ રવાપર (કચ્છ)ના રીટાબેન પદ્મકાંત ઠક્કર (ઉ.વ. 63) તે સ્વ. વિઠ્ઠલદાસ નારાયણજી તન્નાના પુત્રવધૂ, પદ્મકાંત ઠક્કરના પત્ની, દીપકભાઇ તન્નાના ભાભી, ચેતનાબેન દીપકભાઇ તન્નાના જેઠાણી, રીટાબેન જગદીશભાઇ પોપટ, નીતાબેન રાજુભાઇ ચોલેરાના ભાભી, જય ઠક્કર, પ્રિયંકાબેન, દર્શિકાબેનના માતા, પાયલબેન જય ઠક્કર, સાગરભાઇ ચોથાણી (લાસલગાંવ) તથા કપિલભાઇ હરિયણીના સાસુ તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-6-2026ના રવિવારે સાંજે 5થી 6 બાલાજી મંદિર હોલ, લાસલગાંવ ખાતે. 

Panchang

dd