• રવિવાર, 28 એપ્રિલ, 2024

મોદીની મુલાકાતથી સાચી મિત્રતાની ભૂતાનને પ્રતીતિ

લોકસભાની ચૂંટણીઓની અપાર વ્યસ્તતા વચ્ચે પણ વડાપ્રધાન નરેદ્ર મોદીએ હિમાલયના રાષ્ટ્ર ભૂતાનની મુલાકાત લીધી બાબત બતાવે છે કે, ટચુકડા દેશ સાથેના સંબંધનું ભારત માટે ભારે મહત્ત્વ રહ્યંy છે. રાજકીય હિત કરતાં દેશ હિતને વધુ પ્રાધાન્ય આપવાના વડાપ્રધાનના વલણને ખરા અર્થમાં બિરદાવવા જેવું છે. મોદીની મુલાકાત દરમ્યાન ભારત અને ભૂતાન વચ્ચે ચાવીરૂપ કરાર થયા જેમાં ઊર્જા, વેપાર, ડિજિટલ કનેક્ટિવિટી, અંતરિક્ષ, કૃષિ અને રેલ વ્યવહાર જેવા વિષયોનો સમાવેશ થયો છે.  પ્રસંગે ભૂતાને ભારતીય વડાપ્રધાનને દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ડુક ગ્યાલપો એનાયત કર્યું હતું. ભૂતાનના વડાપ્રધાન શારિંગ તોબગેએ મોદીને આવકારીને તેમની ભૂતાન મુલાકાતના વચનને ગેરન્ટીના પાલન સમાન ગણાવી હતી.  તેમણે `એક્સ' પર લખ્યું કે, ખરાબ હવામાન કે વ્યસ્ત કાર્યક્રમ છતાં મોદીએ જે રીતે અમને મળવાનો સમય કાઢયો તે બદલ તેમનો ખાસ આભાર. વડાપ્રધાન મોદીની ભૂતાનયાત્રા ચીનના સંદર્ભમાં ભારે મહત્ત્વની હતી.  છેલ્લા લાંબા સમયથી ચીન ભારતના પડોશી દેશોને પોતાની તરફ ખેંચવા સતત મથતું રહ્યંy છે. સંદર્ભમાં તેનો ભૂતાન પર પણ ડોળો રહ્યો છે. હવે પોતાની મુલાકાતથી મોદીએ ભૂતાનને ખાતરી કરાવી આપી છે કે, ભારત તેનું વિશ્વસનીય મિત્ર છે અને મિત્રતા વધુ ને વધુ મજબૂત બની રહી છે. સ્વાભાવિક રીતે મોદીની ભૂતાન યાત્રાથી ચીનના પેટમાં તેલ રેડાયું હશે. પણ ચીન વાત વિસરી જાય છે કે, ભારત અને ભૂતાને છેક 1949માં મિત્રતા અને સહયોગની સંધિ પર સહી કરીને સંબંધોનો પાયો નાખ્યો હતો. આજે પાયા પર વિશ્વાસ અને ભાગીદારીનું વટવૃક્ષ ખડું છે. ઉલ્લેખનીય છે કે, બન્ને દેશે 2007માં સંધિમાં સુધારો કરીને સતત શાંતિ, મુક્ત વેપાર અને પરસ્પર સમર્થનના સિદ્ધાંતોનો તેમાં સમાવેશ કર્યો હતો. ભારત અને ચીન વચ્ચેના વ્યૂહાત્મક ચિત્રમાં ભૂતાન એક બફર રાષ્ટ્ર તરીકે ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારત સરકાર બાબતને બરાબર સમજે છે, એટલે ભૂતાનની વિકાસયાત્રામાં ચાવીરૂપ વેપાર અને લશ્કરી સહાયતા પૂરી પાડવામાં ખાસ ધ્યાન અપાય છે. પર્વતીય રાષ્ટ્ર ભૂતાનમાં જળ વિધુત ક્ષેત્રે ભારતનું યોગદાન નોંધપાત્ર રહ્યં છે. સ્વચ્છ ઊર્જાનો પ્રોજેક્ટ ભારતને પણ ફાયદો કરાવી રહ્યો છે.  ભારત ભૂતાન પાસેથી પ્રોજક્ટની વીજળી ખરીદે છે. હવે આવા વધુ પ્રોજેક્ટ હાથ ધરવા પર બન્ને દેશ ઉત્સુક બન્યા છે.  સ્વાભાવિક રીતે આવા પ્રોજેક્ટમાં ભારતના રોકાણથી ભૂતાનના અર્થતંત્રને પણ નવું બળ મળશે. મોદીની તાજેતરની મુલાકાત દરમ્યાન થયેલા કરાર દ્વારા અંતરિક્ષ સંશોધન, નાગરિક ઉડ્ડયન અને ડિજિટલ કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં ભૂતાનની જરૂરતોને પૂર્ણ કરવામાં ભારત તરફથી ચાવીરૂપ સહયોગ કરાશે. ભારતીય વડાપ્રધાને ચૂંટણીના સમયમાં ભૂતાનની મુલાકાત લઇને પર્વતીય રાષ્ટ્રને તેની સાથેની મિત્રતાની ખરા અર્થમાં પ્રતીતિ કરાવી આપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang