• રવિવાર, 12 મે, 2024

હીટવેવથી બચવા ફ્રીઝનાં ઠંડાં પાણીના બદલે માટલાંનું પાણી પીવું

ગાંધીધામ, તા. 27 : ગરમી અને હીટવેવથી બચવા માટે લોકોએ ફ્રીઝનાં ઠંડાં પાણી કરતાં માટલાંનું ઠંડું પાણી પીવું, સફેદ, સુતરાઉ અને ખૂલતાં કપડાં પહેરવાં તાલુકા આરોગ્ય અધિકારીએ સલાહ આપી હતી. ઉનાળામાં હીટવેવથી બચવા માટે લોકોએ અત્યંત જરૂરી હોય તો બહાર નીકળવું જોઈએ અને સૂર્યપ્રકાશથી બચવું જોઈએ તેવું તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાએ જણાવ્યું હતું. નાનાં બાળકો, વૃદ્ધો, અશક્ત, બીમાર લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવામાં લોકોએ લીંબુપાણી, ઓઆરએસ, નાળિયેર પાણી વગેરે પીવું જોઈએ. ખુલ્લો, વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અત્યારે મોટાભાગના લોકો ફ્રીઝમાં બોટલ મૂકી રાખે છે અને તડકામાંથી આવતાં વેંત સીધું ઠંડું પાણી પીવે છે, પરંતુ માટલાંનું પાણી સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. વજન ઘટાડવા વગેરે જેવા બનાવોમાં પણ નવશેકું અને માટલાંનું પાણી પીવા સલાહ આપવામાં આવે છે તેવું તેમણે ઉમેર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang