• શનિવાર, 11 મે, 2024

કચ્છનો ચાર સ્તરીય વિકાસ ઐતિહાસિક જીત અપાવશે

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 26 : માત્ર ગુજરાત, બલ્કે સમગ્ર દેશમાં ચાર સ્તરીય વિકાસ ધરાવતા જૂજ જિલ્લાઓમાં કચ્છનો સમાવેશ થાય છે. કચ્છનો ચાર સ્તરીય વિકાસ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને પ્રચંડ અને ઐતિહાસિક જીત અપાવશે, શબ્દો છે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદના. 7મી મેના યોજાનાર મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પ્રચારની વ્યસ્તતા વચ્ચે 11 મહિના પહેલાં કચ્છ ભાજપનાં અધ્યક્ષપદનું સુકાન સંભાળનારા દેવજીભાઈએ કચ્છમિત્ર સાથેની ખાસ વાતચીતમાં ભાજપની વિજયની રણનીતિ પર પ્રકાશ પાડતાં કહ્યું કે, 1996થી કચ્છ બેઠક ભાજપનો ગઢ બની છે. હજુ વખતે પણ ગઢમાં ગાબડાં પાડવાનું કોંગ્રેસનું સપનું સાકાર થવાનું નથી. - ભાજપની જીતમાં ક્યા મુદ્દાઓ મહત્ત્વનો ભાગ ભજવશે ? : અઢી દાયકાથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સીમા જનકલ્યાણ સમિતિ સાથે સક્રિય રીતે જોડાયેલા શ્રી વરચંદે કહ્યું કે, પ્રવાસન, ઔદ્યોગિક, ડેરી-પશુપાલન અને ખેતીવાડી એમ ચાર ક્ષેત્રમાં કચ્છનો વિકાસ વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામ્યો છે. વળી, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનવાળી સરકારે વિકાસને સતત બળ આપવાનું કામ કર્યું છે. વિકાસકામોનાં ભાથાં થકી ભાજપ પોતાની અગાઉની તમામ  સરસાઈના રેકોર્ડ તોડી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે આપેલા પાંચ લાખની સરસાઈના આંકને પાર કરશે.ભાજપના અભેદ્ય ગઢ સમાન બેઠકમાં બાબતો અતિ મહત્વની સાબિત થશે.  - વિક્રમી સરસાઈથી જીત મેળવવા  કેવા પ્રકારની રણનીતિ ઘડી છે ?  :અમે વખતે બૂથ વિજય અભિયાન હાથ ધરી બૂથસ્તર સુધીનાં સંગઠન માળખાંને મજબૂત બનાવ્યું છે, અત્યાર સુધી 447 જેટલી શક્તિ કેન્દ્ર એકમ બેઠક યોજી તમામ બૂથ પર મહત્તમ મતદાન થાય અને જંગી સરસાઈ મળે તેવું માઈક્રો પ્લાનિંગ ગોઠવ્યું છે. વખતે મોટી જનસભાઓના બદલે નાની-નાની બેઠકો, સભાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નરેન્દ્રભાઈનાં વડપણ તળેની સરકારે દસ વર્ષમાં સમાજના તમામ વર્ગને આવરી લેતી યોજનાઓ બનાવી તેનું સુચારુ અમલીકરણ કર્યું છે. - રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે સ્થાનિક પ્રશ્નો કેટલા અસરકર્તા રહેશે ? : દેશવાસીઓ વર્ષોથી જેની રાહ જોઈ રહયા હતા 370ની કલમ હટાવવા, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, સમાન નાગરિક ધારો સહિતના રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે હરિતક્રાંતિનાં હબ બનવા જઈ રહેલાં કચ્છમાં વિશ્વના સૌથી મોટા સૌરઊર્જા પાર્કનું નિર્માણ, પ્રવાસનનાં ક્ષેત્રે થયેલો અભૂતપૂર્વ વિકાસ, આંતરમાળખાંકીય સુવિધાઓને વિકસાવવા સહિતના સ્થાનિક મુદ્દાઓની સાથે વર્તમાન સાંસદ અને વખતે ત્રીજીવાર જેઓ વિજયના વિશ્વાસ સાથે ઉતર્યા છે, એવા વિનોદ ચાવડાના ઝંઝાવાતી પ્રચાર અને તમામ જન પ્રતિનિધિઓની સક્રિયતા થકી ભાજપનો વિજયનો પથ વધુ આસાન બની રહ્યો છે. - નર્મદા કેનાલનાં કામમાં ભ્રષ્ટાચારના આરોપો વિશે શું કહેશો ? : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશને ભ્રષ્ટાચાર મુકત બનાવવાની નેમ સાથે શાસનધુરા સંભાળી છે. ત્યારે નર્મદા કેનાલના કામો સારી ગુણવત્તા સાથે થઈ રહયા છે, પણ રહી વાત આક્ષેપની તો વિપક્ષનો ભ્રામક પ્રચાર હોઈ શકે છે. છતાં સરકાર બાબતની ચોકકસ તપાસ કરશે તેવી ધરપત આપું છું. નર્મદાનાં વધારાનાં પાણી માટેનાં કામો હેતુ માતબર ગ્રાન્ટની ફાળવણી સાથે કામો આગળ ધપી રહ્યાં છે, આગામી સમયમાં યોજના ચોકકસથી કચ્છને પાણીદાર બનાવશે. - પ્રચાર દરમિયાન મતદારોનો કેવો સહકાર મળી રહ્યો છે ?  ; રાષ્ટ્રવાદને વરેલા સમૂહનો ભરોસો ભાજપ માટે પીઠબળ સમાન છે. વળી, કચ્છ સહિત દેશની પ્રજાને મોદીની ગેરંટીમાં પૂર્ણ વિશ્વાસ છે, એટલે વિજયના પ્રવાહમાં કોઈ અવરોધ આવે તેવાં કોઈ એંધાણ દેખાતાં નથી. પ્રચાર દરમિયાન અમને સમાજના તમામ વર્ગમાંથી પૂરતો સહકાર મળી રહયો છે. ભાજપ પક્ષની નીતિ હંમેશાં સૌને સાથે લઈને ચાલવાની રહી છે. - કચ્છને સ્પર્શતા ક્યા મહત્ત્વના પ્રશ્નોને અગ્રતા અપાશે ? : ભુજને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો મળે,  રેલવે, વિમાનીસેવાની કનેક્ટિવિટી વધારવા, શિક્ષકો અને તબીબી માળખાંમાં ઘટ નિવારવા  ગાંધીધામની સાથે ભુજને પણ મહાનગરપાલિકાનો દરજજો આપવા સહિતના મુદ્દાઓ ઉકેલવા સરકાર અને સંગઠન બંને સ્તરે સક્રિય પ્રયાસો ફળશ્રુતિ તરફ આગળ ધપી રહ્યા છે. - મતદાનની ટકાવારી વધારવા કેવા પ્રયોગો કરાશે ? : વખતે અમે મતદાન બૂથ પાસે વોર રૂમ પ્રકારનું એક માળખું ઊભું કરવાના છીએ. અમને વિશ્વાસ છે કે, પરંપરાગત સાથે અન્ય મતો રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા ભાજપ પક્ષને મળવાના છે. અમારું લક્ષ્ય માત્ર મતદારો બૂથ સુધી પહોંચે, મહત્તમ મતદાન કરે તે પર વધુ કેન્દ્રિત છે. પ્રયાસો થકી મતદાનની ટકાવારી ઊંચે લઇ જશું. મારો વ્યક્તિગત રીતે કચ્છની જનતાને અનુરોધ છે કે, સરહદી જિલ્લાના જાગૃત નાગરિક તરીકે લોકસભા ચૂંટણીમાં ઉલટભેર ભાગ લઇને ઊંચાં મતદાનની ટકાવારી નોંધાવો. ભારતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે એમ દેવજીભાઇ વરચંદે કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang