• શનિવાર, 11 મે, 2024

મીઠીરોહર સીમમાં ત્યજાયેલું નવજાત શિશુ મળી આવ્યું

ગાંધીધામ, તા. 27 : તાલુકાના મીઠીરોહરની સીમમાં મોડવદર તરફ જતા માર્ગ નજીક બાવળની ઝાડીમાંથી નવજાત જન્મેલી અને ત્યજાયેલી બાળકી મળી આવી હતી. મોડવદર નજીક ફાટકની બાજુમાં રિદ્ધિ ટિમ્બર પાછળથી ગઈકાલે સવારે બાળકી મળી આવી હતી. બેન્સામાં મજૂરી કામ કરનાર બિરેન્દ્ર સીતારામ મુખિયા સવારના ભાગે બાવળની ઝાડીમાં કુદરતી હાજતે ગયો હતો, જ્યાં બાળકના રડવાનો અવાજ થતાં તેણે તપાસ કરી હતી ત્યાં એક કપડામાં વિંટળાયેલ નવજાત શિશુ અરક્ષિત હાલતમાં મળી આવ્યું હતું. તેણે અન્ય લોકોને ત્યાં બોલાવ્યા હતા. તાજું જન્મેલું શિશુ બાળકી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને જાણ કરાતાં પોલીસે ત્યાં દોડી આવી બાળકને અરક્ષિત અહીં ત્યજી દેનારા તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બાળકી અંગે કે તેના માતા-પિતા અંગે જાણ થાય તો પી.એસ.આઈ. એમ.આર. વાળા મો.નં. 98254 99777 તથા ભાવેશભાઈ મોતા મો. 70696 65007 ઉપર સંપર્ક કરવા પોલીસે એક યાદીમાં જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang