• રવિવાર, 12 મે, 2024

મોદીના શાસનમાં દેશનું નામ વિશ્વમાં ગુંજે છે : શાહ

ધોરાજી, જામકંડોરણા, વડોદરા તા. 27 :  દેશને આતંકવાદ, નક્સલવાદ અને ગરીબીમાંથી મુક્તિ અપાવવી હોય, તેમજ દેશના અર્થતંત્રને દુનિયામાં ત્રીજાક્રમે પહોચાડવું હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો, કારણ કે, છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર ભારત દેશનું નામ આજે દુનિયામાં ગુંજતું થયું છે, તેવું આજે જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે વિશાળ જનસભાને સંબોધતાં જણાવ્યું હતું. લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતની 26 બેઠકો માટે આગામી તા.7મેના રોજ ત્રીજા તબકકામાં મતદાન યોજાવાનું છે. મતદાનને હવે 10 દિવસ બાકી બચ્યાં છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ હવે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે જામકંડોરણા, ભરૂચ, પંચમહાલ અને વડોદરા સહિત 4 લોકસભા બેઠકો ઉપર જાહેર સભા સંબોધી ભાજપના પ્રચારની કમાન સંભાળી હતી. જામકંડોરણા કુમાર છાત્રાલય પાસેના વિશાળ મેદાનમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાના પ્રચાર અર્થે આજે સવારે અમિત શાહ આવી પહોચ્યાં હતાં. અત્રે આયોજિત વિજય સંકલ્પ સભામાં હજારો લોકોની મેદનીને  સંબોધતા શાહે જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્રની અંદર પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં હું આવ્યો છું. 269 જેટલા પ્રવાસ બીજા રાઉન્ડમાં મેં પૂરા કર્યા છે. બીજા ચરણમાં હું બધા પ્રવાસ કરીને આપ સૌને હું ખાનગી વાત કરવા આવ્યો છું કે રાહુલ બાબાના સુપડા સાફ થઈ જવાના છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણમાં જ્યાં જાવું ત્યાં નરેન્દ્ર ભાઈ મોદી મોદી મોદીના નારા વાગી રહ્યા છે દેશમાં જોતા સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીનું મોજું ફરી રહ્યું છે. કાશ્મીરની મુદ્દાની વાત કરતા જણાવ્યું હતું કે, 370 ની કલમ કોંગ્રેસના શાસનમાં આવી હતી અને 70 વર્ષના શાસનમાં પણ કલમ ગઈ હતી અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ લોકસભામાં 370 ની કલમ હટાવવાની વાત કરીને ત્યારે રાહુલ બાબાએ જણાવ્યું હતું કે તો 370ની કલમ હટાવવામાં આવશે તો દેશમાં લોહીની નદીઓ વહેશે. પરંતુ 5ાંચ ઓગસ્ટ 2019ના રોજ 370ની કલમ નરેન્દ્ર ભાઈ મોદીએ એક ઝટકામાં ઉડાડી દીધી

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang