• શનિવાર, 11 મે, 2024

કચ્છમાં મહત્તમ તાપમાનમાં ઉતાર-ચડાવ યથાવત

ભુજ તા 27: કચ્છમાં મહતમ તાપમાનમાં જારી રહેલા ઉતાર ચડાવ વચ્ચે ગરમી-ઉકળાટની અનુભુતિ યથાવત રહી છે. હવામાન વિભાગે કેટલાક સ્થળે વરસાદની આગાહી કરી હતી પણ વરસાદ પડતા ખાસ કરીને ખેડુતોએ રાહતનો દમ લીધો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ ચાર દિવસ વાતાવરણમાં મોટા ફેરફારની શકયતાને નકારી છે. ભુજમાં મહતમ પારો એક ડિગ્રીના વધારાસાથે 39.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. 40 ડિગ્રી નજીક પહોંચેલા તાપમાન સાથે ભુજ અમરેલી, રાજકોટ, કેશોદ અને સુરેન્દ્રનગર પછી પાંચમા નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં પણ પારો ઉંચકાઈ 39. ડિગ્રીએ પહોંચતાં અંજાર ગાંધીધામ વિસ્તાર પણ તાપના પ્રભાવથી અકળાયો હતો. નલિયામાં 34.6 અને કંડલા પોર્ટમાં 33.6 ડિગ્રીએ ગરમીમાં મામુલી રાહત મળી હતી. ભેજનું પ્રમાણ થોડું ઉચું રહેતાં તાપની સરખામણીએ ઉકળાટ વધું તીવ્ર રીતે અનુભવાયો હતો. હવામાન વિભાગે જારી કરેલા સાત દિવસના વર્તારામાં ભુજમાં મહતમ પારો 39 ડિગીં આસપાસ રહેવાની શકયતા દેખાડાઈ છે. શહેરમાં સાંજના સમયે છુટાછવાયા વાદળોની હાજરીને બાદ કરતાં આખલો દિવસ તડકી છાંયડીનો નઝારો જોવા મળ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang