• બુધવાર, 08 મે, 2024

બેયરસ્ટોની બળૂકી સદીથી પંજાબની વિક્રમી જીત

કોલકાતા, તા. 26 : જોની બેયરસ્ટોની ધૂંઆધાર સદી (48 દડામાં 108 રન અણનમ), પ્રભસિમરનસિંહ તથા શશાંકસિંહની વિસ્ફોટક અર્ધસદીઓની મદદથી પંજાબે ફોર્મ વાપસી કરીને કોલકાતા પર આઠ વિકેટે ધાક જમાવતી જીત મેળવી હતી. કેકેઆરે 261 રનનો મોટો સ્કોર ખડો કર્યો હતો, પણ પંજાબના બેટધરોએ મારફાડ બેટિંગ કરીને 18.4 ઓવરમાં લક્ષ્ય આંબ્યું હતું અને આઇપીએલમાં સૌથી વધુ લક્ષ્ય પાર પાડવાનો વિક્રમ રચાયો હતો. બેયરસ્ટો અને પ્રભસિમરને પાવરપ્લેની ઓવરમાં 93 રન ઝૂડી કાઢયા હતા. પ્રભસિમરન 20 દડામાં પાંચ સિક્સર સાથે 54 રન બનાવીને રનઆઉટ થયો હતો. બેયરસ્ટોએ 45 દડામાં સદી પૂરી કરી હતી. તે નવ છગ્ગા અને આઠ ચોગ્ગા સાથે 108 રને અણનમ રહ્યો હતો. શશાંકસિંહે પણ શાનદાર ફટકાબાજી કરી હતી અને 28 દડામાં આઠ છગ્ગા સાથે 68 રન ફટકાર્યા હતા. આઇપીએલ - 2024 સિઝનમાં 20થી વધુ સ્કોરનો સિલસિલો ચાલુ રહ્યો છે. સિઝનમાં આજે છઠ્ઠીવાર એક ઇનિંગ્સમાં 20થી વધુનો સ્કોર બન્યો છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધની આજની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પહેલી ઓવરથી લઇને છેલ્લી ઓવર સુધી પાવર હિટિંગ કરીને વિકેટે 261 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો છે. કેકેઆર વર્તમાન સિઝનમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ખાતે સાત વિકેટે 272 રન ખડકી ચૂકી છે. પંજાબ સામેની મેચમાં કોલકાતા માટે ફરી એકવાર  ઓપનર સુનીલ નારાયણે 71 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ફિલ સોલ્ટે પણ આતશી 7 રન કર્યા હતા. બન્નેના હલ્લાબોલથી પાવર પ્લેની ઓવરમાં કેકેઆરે વિના વિકેટે 76 રન કર્યા હતા. આખરી પાંચ ઓવરમાં કેકેઆરે 71 રનનો ઉમેરો કર્યો હતો અને દરમિયાન ચાર વિકેટ ગુમાવી હતી. કેકેઆરના 10 ઓવરમાં વિના વિકેટે 137 રન થયા હતા. પછીની 10 ઓવરમાં 124 રનનો ઉમેરો કર્યો હતો. નારાયણે માત્ર 32 દડામાં નવ ચોગ્ગા-ચાર છગ્ગાથી ધૂંઆધાર 71 રન અને ફિલ સોલ્ટે 37 દડામાં ચોગ્ગા- છગ્ગાથી આતશી 7 રન કર્યા હતા. બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 63 દડામાં 138 રનની તાબડતોબ ભાગીદારી થઇ હતી. વૈંકટેશ અય્યરે 23 દડામાં ત્રણ ચોગ્ગા-બે છગ્ગાથી 39, બિગ હિટર રસેલે 12 દડામાં બે ચોગ્ગા-બે છગ્ગાથી 24 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 10 દડામાં ત્રણ છગ્ગાથી 28 રન કર્યા હતા. રિંકુ પાંચ રને આઉટ થયો હતો. 20 ઓવરના અંતે પંજાબ સામે કોલકાતાએ વિકેટે 261 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પંજાબ તરફથી અર્શદીપે 4 રનમાં બે વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang