• રવિવાર, 12 મે, 2024

કર્ણાટકની ગુમ મહિલા ત્રણ વર્ષે ઘરે પહોંચી

ભુજ, તા. 27 : કર્ણાટકના રાયચુર વિસ્તારની એક મહિલા (.. 26) ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતી ભટકતી બાયડના જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમ મધ્યે પહોંચી હતી. માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા યુવતીને ત્યાંથી સાથે ભુજ તેડી આવી, રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ મધ્યે તેની સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બની હતી. કર્ણાટક પોલીસની મદદ લઈ તેના ઘર અને પરિવારજનો શોધી કઢાયા હતા. ગુમ નોંધના આધારે કર્ણાટક મહિલા પોલીસ તથા તેના ભાઈ ભુજ આવી પહોંચ્યા હતા. તેના ભાઈના જણાવ્યા મુજબ મહિલાના પતિએ બીજા લગ્ન કરી લેતાં તેણે માનસિક સમતુલા ગુમાવી ઘર અને પરિવાર છોડયા હતા.આખરે 3 વર્ષ પછી પરિવારજનો સાથે તેનું મિલન થયું હતું. કર્ણાટક મહિલા પોલીસના શકુંતલા દેવી, શરણ અમા અને ચન્દ્રશેખરે તેનો કબજો લીધો હતો. કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરવા, દિલીપ લોડાયા, વાલજી કોલી સહભાગી બન્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang