• રવિવાર, 12 મે, 2024

માનસિક રોગની દવામાંથી કઇ રીતે બને છે ડ્રગ્સ ?

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 27 : માનસિક રોગો માટે એન્ટી એંઝાયટી અને મૂડ એલિવેટરની દવા બનાવતી વાપીની એક ફેક્ટરી દ્વારા કાચો માલ લઇ ડ્રગ માફિયાને પહોંચાડી રાજસ્થાન અને ગાંધીનગરમાં ડ્રગ્સ બનાવી, સૌરાષ્ટ્રના કેટલાક લોકોને સાથે રાખી ડ્રગ્સનો કારોબાર કરનારી ગેંગની .ટી.એસ. અને નાર્કોટિક્સ સેલે ધરપકડ કરી છે. વાપીમાં  કેમિકલ ફેક્ટરી ને માનસિક રોગો માટે દવા બનાવવાની એક ફેક્ટરી ચાલે છે, ફેક્ટરી નાના પાયે દવાઓ બનાવતી હતી, પણ રાજસ્થાનના  ડ્રગ્સ માફિયા કનૈયાલાલની નજરમાં ફેક્ટરી આવતાં એણે ફેક્ટરીના માલિકને વધુ પૈસા આપવાની લાલચ આપી  અને અમદાવાદના પોશ વિસ્તાર થલતેજમાં રહેતા મનહર નામના માણસને સાધ્યો. તેણે વાપીની દવા બનાવતી ફેક્ટરીના માલિકને દોઢ ગણા પૈસા આપી રોમટિરિયલ ખરીદવાનું કહ્યું અને પોતે એક ફાર્માસિસ્ટ હોવાની ઓળખ આપી હતી. નીતિન કબડિયા અને કિરીટ મડલિયાને પોતાની સાથે રાખી અમરેલીમાં તિરુપતિ કેમિકલ નામની ફેક્ટરી હોવાનું બતાવ્યું, ત્યારબાદ ગાંધીનગરમાં પીપળજમાં એક મકાન ભાડે રાખી ફેકટરી બતાવી હતી. કાચો માલ અમરેલી પીપળજ અને રાજસ્થાનના શિરોહીમાં મોકલવામાં આવતો હતો. અહીં મેથીલઈનેડીઓક્ઝીનીલ રસાયણ વાપીથી મગાવી કનૈયાલાલ એને ડીઓક્સિડાઇડ કરી `એમ.ડી.' નામનું સિન્થેટિક ડ્રગ્સ બનાવતા હતા. ગુજરાતના ડી.જી.પી. વિકાસ સહાયે જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, એટીએસને મળેલી ટિપમાં વાપીની એક ફેક્ટરીમાં સામાન્ય સંજોગો કરતા વધુ કાચો માલ મગાવવામાં આવતો હતો. દોઢ મહિના સુધી ટિપ પર કામ કર્યું, તો એના છેડા વાપીથી વાયા રાજસ્થાન, ગાંધીનગર અને અમરેલીમાં મળતા હતા. અમે એને ધ્યાનમાં રાખીને નાર્કોટિક્સ સેલની મદદ લીધી અને ડ્રગ્સના રેકેટના તાર ઉકેલવાનું શરૂ કર્યું. અમે રાજસ્થાન, અમદાવાદ, અમરેલી -ગાંધીનગરથી ત્રણ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી અને દસ લોકોની ધરપકડ કરી છે. કેસ નાર્કોટિક્સ વિભાગને સોંપ્યો છે.  અમદાવાદ નાર્કોટિક સેલના અધિકારીએ તપાસ ચાલુ હોવાથી પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વાપીની ફેક્ટરીમાં અચાનક એનઆઈએમઆઈએ 810બી નામનું રોમટિરિયલ 178 મેલેક્યૂલર વેઇટથી વધુ મગાવવામાં આવતું હતું, એના દવાના  ઉત્પાદનમાં વધારો હતો અને એના નફા કરતાં વધુ રોમટિરિયલ આવતું હતું. અમે એના ફોનને ટેક્નિકલ સર્વેલન્સમાં મૂક્યો તો રાજસ્થાન, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીના ચોક્કસ નંબરો મળ્યા, ત્યાં હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી તો લોકો ત્રણ જગ્યાએ ભાડે મકાન રાખી એમડી ડ્રગ્સ બનવતા હતા. જેના આધારે અલગ અલગ ટીમ બનાવી એટીએસ સાથે રહી રાજસ્થાન અને ગુજરાતમાં એક સાથે ચાર જગ્યાએ દરોડો પાડયો તો 230 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. દસ લોકોની ધરપકડ કરી છે. નેટબેન્કિંગ અને આંગડિયાથી થયેલી લેવડદેવડની તપાસ પછી દેશના અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડી વધુ ડ્રગ્સ માફિયાઓને પકડી પાડીશું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang