• શનિવાર, 11 મે, 2024

કચ્છ પ્રશ્નોના ઉકેલ ઝંખે છે, આ વખતે પરિવર્તન

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 27 : લોકસભા ચૂંટણીના પડઘમ ગાજી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કચ્છ લાંબા સમયથી ભાજપનો ગઢ છે, પણ કોંગ્રેસ વખતે  નર્મદા કેનાલના કામોમાં વિલંબ અને ભ્રષ્ટાચારના આક્ષેપો, શિક્ષકોની ઘટ, ક્ષત્રિયોની નારાજી, અન્ય જિલ્લાઓની તુલનાએ કચ્છને અન્યાય સહિતના વિવિધ પરિબળોને લઈને સરહદી જિલ્લાની સંસદીય બેઠકમાં વાપસીની આશા સેવી રહ્યો છે. કચ્છમિત્ર સાથેની વાતચીતમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા કહે છે કે વખતનું મતદાન પરિવર્તન માટેનું હશે. - કચ્છના લોકો શા માટે કોંગ્રેસને મત આપે ? : યજુવેન્દ્રસિંહ કહે છે કે, 10 વર્ષથી કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે, છતાં સ્થાનિક સમસ્યાઓ જેમની તેમ છે. નર્મદાની મેઇન કેનાલના કામોમાં અસહ્ય વિલંબ થયો, તેમ કામની ગુણવત્તા પણ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. પહેલીવારના ટેસ્ટિંગમાં કેનાલ તૂટી પડી, સબ કેનાલ બ્રાન્ચના કામો ખરાબ થઇ રહ્યાં છે, તો બીજીતરફ નર્મદાના વધારાના એક મિલિયન એકરના પાણી વર્ષો થયે કચ્છને મળ્યાં નથી. સૌરાષ્ટ્ર સહિતના અન્ય પ્રદેશોને પાણી મળી ગયું અને જ્યાં સૌથી વધુ જરૂરિયાત છે કચ્છ હજી વર્ષો થયા છતાં બાકાત છે. ખેડૂતોમાં ભારે નિરાશાનો માહોલ છે. - સિવાયના મહત્ત્વના મુદ્દા તમારી દૃષ્ટિએ ? : સૌથી પાયાની બાબત શિક્ષણ છે. કચ્છમાં શિક્ષણનું સ્તર સુધારવા કોઇ?પ્રયાસ થયા નથી. 1600 શિક્ષકની ઘટ બહુ મોટી છે. જિલ્લાની કેટલીય શાળાઓમાં શિક્ષક નથી. ઘણી સ્કૂલો માત્ર?એક શિક્ષક પર ચાલે છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો હોવાની વાત સાવ ખોટી છે. સ્થાનિક શિક્ષકોની ભરતી માટે કોંગ્રેસે વારંવાર રજૂઆતો કરી છે. - કચ્છનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે. તો તમારે સ્વીકારવું પડશે..: એકતરફ તમે પ્રવાસનના વિકાસની વાતો કરો છો, કચ્છના હજારો લોકો યુરોપ, આફ્રિકા અને ગલ્ફના દેશોમાં સ્થાયી થયા છે, છતાં ભુજને ઇન્ટરનેશનલ એરપોર્ટની વર્ષોની માંગ ઉકેલાતી નથી, ફ્લાઇટો અપૂરતી છે. ભુજથી હરિદ્વારની ટ્રેન શરૂ થતી નથી. પ્રવાસીઓ માટે પાયાની જરૂરી સુવિધા છે. જેનો ઉકેલ નથી આવતો. - કચ્છનો ઔદ્યોગિક વિકાસ જબ્બર રીતે થયો છે. : કચ્છના રણમાં પાંચ લાખ એકર મીઠાંની જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હોવાનો મુદ્દો ઉઠાવતાં યજુવેન્દ્રસિંહે જણાવ્યું કે, ભાજપની સરકારે માનીતા ઉદ્યોગપતિઓને આટલી મોટી જમીન આપી દીધી તેના કરતાં મીઠાંના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિકોને પાંચ-પાંચ એકર જમીન આપી હોત, તો કેટલાય લોકોનું હિત થાત. હકીકતમાં નેતાગીરી નબળી છે. - એક વિપક્ષ તરીકે મજબૂત અવાજ ઉઠાવવામાં કોંગ્રેસ અસરકારક નથી, એવી છાપ લોકોમાં છે. ભુજમાં હાલ સર્જાયેલી અભૂતપૂર્વ પાણી કટોકટી વખતે પણ એવું જોવા મળ્યું હતું. : આક્ષેપનો ઇન્કાર કરતાં શ્રી જાડેજા કહે છે કે, ના, અમે?શરૂઆતથી ભુજમાં પાણીના વ્યવસ્થાપનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તમામ પ્રશ્ને રજૂઆતો કરીએ છીએ. - પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લીધે ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા રોષની કેવી અસર જુઓ છો ? : તેમણે કહ્યું કે, મુદ્દો ક્ષત્રિય સમાજની અસ્મિતાનો છે એટલે રોષ ઘણો છે અને સ્થિતિ એવી છે કે, ભાજપના નેતાઓ ઘણા સ્થળે પ્રચાર માટે પણ જઇ શકતા નથી. રૂપાલાને જાળવી રાખવાની ભૂલ ભાજપને ભારે પડશે અને કચ્છમાં પણ ક્ષત્રિયો કોંગ્રેસ સાથે રહેશે.- સુરતના રાજકીય ડ્રામા વિશે શું કહેશો ? : પ્રશ્નનો સીધો જવાબ યજુવેન્દ્રસિંહે આપ્યો હતો. જો કે, કોંગ્રેસ પોતાના લોકોને સાચવી શકતી નથી અને તેના નેતાઓ ભાજપમાં જોડાઇ જાય છે, એવા સવાલના ઉત્તરમાં તેઓ કહે છે કે, કોંગ્રેસમુક્તની વાતો કરતી ભાજપ આજે પોતે કોંગ્રેસયુક્ત થઇ ગઇ છે, જે ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, તે પૈકી મોટાભાગના ચૂંટણી હારી ગયા છે, બાકી લાલચને લીધે કોઇ પક્ષ છોડીને જાય, તો અમે શું કરી શકીએ ? - ગુજરાતમાં કેવું પરિણામ જુઓ છો ? : જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કહે છે કે, કોંગ્રેસ તરફી પવન છે. કચ્છમાં વખતે કોંગ્રેસની જીત દેખાય છે. અમારા ઉમેદવાર નીતીશ લાલણ યુવા, શિક્ષિત, ધાર્મિક અને નિર્વિવાદ ઉમેદવાર છે. યૂથ?કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. લોકોમાં સ્થાનિક પ્રશ્નોને લઇને નારાજી છે અને વખતે પરિવર્તન થશે. - `ઇન્ડિયા' ગઠબંધન હેઠળ કોંગ્રેસે સનાતન વિરોધી વાતો કરનારા પક્ષો સાથે હાથ મિલાવ્યા છે, તેની વિપરીત અસર પડતી નથી ? : યજુવેન્દ્રસિંહ જણાવે છે કે, કોંગ્રેસે હંમેશાં બધા ધર્મનું સન્માન કર્યું છે. તામિલનાડુના કોઇ પક્ષના કોઇ નેતાના નિવેદનોની અસર ગુજરાતમાં થવાનું કોઇ?કારણ નથી. - રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમનો બહિષ્કાર કરવાના કોંગ્રેસ નેતાઓના નિર્ણયની અસર નહીં દેખાય ? : યજુવેન્દ્રસિંહે કહ્યું કે, અમે પણ રામભક્ત છીએ, રામની ભક્તિ કે મંદિર પ્રત્યે કોઇ વાંધો નથી, પણ જે રીતે કાર્યક્રમને ઉપસાવવામાં આવ્યો એની સામે વાંધો હતો. બાકી અમે પણ દર્શન કરવા અયોધ્યા જવાના છીએ. - ભાજપ પાસે પેજ અને બૂથ સ્તર સુધીનું મજબૂત સંગઠન માળખું છે. કોંગ્રેસ સંદર્ભમાં નબળી નથી પડતી ? : વાતને નકારીને તેમણે કહ્યું કે, અમે ઘણા સમયથી તૈયારીઓ કરી છે. દરેક વિધાનસભા મતવિસ્તાર, તેની અંદર તાલુકા, પછી પંચાયત બેઠક અને પછી ગામ તથા બૂથ? તમામ સ્તરે અમે પાંચ-પાંચ જણની ટીમ બનાવી છે અને દરેકને અલગ-અલગ જવાબદારી સોંપી છે. આમ, લગભગ 9500 જણની તો અમારી ટીમ સક્રિય છે. રીતે સોશિયલ મીડિયામાં પણ અમે બહુ સક્રિય છીએ. એક તરફ ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવ છે અને બીજીતરફ?કોંગ્રેસના સામ પિત્રોડા જેવા નેતાઓ વારસા પર વેરાના વિવાદાસ્પદ નિવેદનો કરે છે. સંદર્ભમાં જિલ્લા પ્રમુખે કહ્યું કે, તેમણે માત્ર?અમેરિકામાં પ્રકારનો કાયદો છે અને તેની ચર્ચા થવી જોઇએ એમ કહ્યું છે. ભારતમાં એવો કાયદો લાગુ કરવાની કોઇ?વાત કરી નથી. ભાજપના નેતાઓ સૌને ગુમરાહ કરી રહ્યા છે. કોંગ્રેસ જમીનથી જોડાયેલી પાર્ટી છે. કચ્છના લાખો લોકોને અપાર વિશ્વાસ છે. વખતે ફરી એકવાર પરિવર્તન લાવશે એવી શ્રદ્ધા છે એમ યજુવેન્દ્રસિંહે ઉમેર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang