• બુધવાર, 08 મે, 2024

આજથી થોમસ કપ : ભારત સામે ખિતાબ જાળવી રાખવાનો પડકાર

ચેંગડૂ (ચીન), તા.26 : ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ શનિવારથી શરૂ થઇ રહેલ થોમસ કપમાં ખિતાબ જાળવી રાખવાના ઈરાદે ઉતરશે જ્યારે મહિલા વિભાગમાં ઉબેર કપમાં પીવી સિંધુ અને યુવા મહિલા ખેલાડીઓની નજર સારો દેખાવ કરી છાપ છોડવા પર હશે. બે વર્ષ પહેલા ભારતે પહેલીવાર થોમસ કપ જીત્યો હતો. પુરુષ વર્ગમાં ટૂર્નામેન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી હોય છે. ભારત પર હવે ખિતાબ જાળવી રાખવાનો પડકાર હશે.  વખતે ભારતને ગ્રુપ ઓફ ડેથ મળ્યું છે. જેમાં ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને ઇંગ્લેન્ડ છે. ભારતનો પહેલો મુકાબલો થાઇલેન્ડની ટીમ વિરુદ્ધ છે. ભારતનો ટોચનો શટલર એચએસ પ્રણય કહે છે કે વખતે કઠિન સ્પર્ધા છે. બધી ટીમ સારા ફોર્મમાં છે. પ્રણય, લક્ષ્ય સેન અને અનુભવી શ્રીકાંત ભારત તરફથી સિંગલ્સમાં ચુનૌતિ રજૂ કરશે. જ્યારે ડબલ્સમાં નંબર વન જોડી સાત્કિ-ચિરાગ હશે. ઉબેર કપમાં ભારતીય મહિલા ટીમ ગ્રુપ એમાં કેનેડા, ચીન અને સિંગાપોર સાથે છે. ટીમમાં પીવી સિંઘુ ઉપરાંત નેશનલ ચેમ્પિયન અનમોલ ખરબ, અશ્મિતા ચાહિલા, ઇશારાની બરૂઆ અને તન્વી શર્મા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang