• શનિવાર, 11 મે, 2024

માંડવીમાં મકાનમાં ચાલતા કતલખાના પર પોલીસનો દરોડો

ભુજ, તા. 27 : માંડવીના ઉમિયાનગરમાં ચાલતા કતલખાના પર શુક્રવારે રાત્રે માંડવી પોલીસે દરોડો પાડી રહેણાક મકાનમાં કતલ કરેલી ગાયના 34 કિલો માંસ અને હથિયારો સાથે આરોપી તોસીફશા યાસીનશા સૈયદને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અંગે માંડવી પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ શુક્રવારે અડધી રાત્રે માંડવી પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ઉમિયાનગરમાં રહેતા તોસીફશા સૈયદે પોતાનાં મકાનમાં ગાયની કતલ કરીને ગૌમાંસ પોતાનાં મકાનમાં રાખ્યું છે. બાતમીનાં પગલે શુક્રવારે રાત્રે 1-30 વાગ્યાના અરસામાં માંડવી પોલીસે દરોડો પાડી આરોપી તોસીફશાના રહેણાક મકાનમાંથી 34 કિલો ગૌમાંસ અને ગાયની કતલ કરવા માટે રાખેલા ઘાતક હથિયારો ચાર લોખંડના કોયતા, ત્રણ છરી ઉપરાંત ઇલેક્ટ્રિક વજનકાંટો અને એક મોબાઇલ એમ કુલે રૂા. 6,770ના મુદ્દામાલ સાથે આરોપી તોસીફશા યાસીનશા સૈયદની અટકાયત કરી પશુ પ્રત્યે ઘાતકીપણુ અપનાવ્યાની કલમો તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang