જાકાર્તા, તા.7: ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી
માનસી સિંહ ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર-100 ટૂર્નામેન્ટના ફાઇનલમાં હારી હતી. આથી તેણીને ઉપવિજેતા બનીને
સંતોષ માનવો પડયો હતો. 21 વર્ષીય માનસીનો
ફાઇનલમાં ચીનની ખેલાડી શૂ વેન જિંગ વિરુદ્ધ 16-21 અને 8-21થી પરાજય
થયો હતો. માનસી સિંહ હાલ બેડમિન્ટન વિશ્વ ક્રમાંકમાં 76મા સ્થાને છે.