• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં લાબુશેન ટકી રહ્યો

મેલબોર્ન, તા.7: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ઓકટોબરમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. 9 ઓકટોબરે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ પ્રવાસની ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ જાહેર થઇ છે. જેમાં પાછલા ઘણા સમયથી સંઘર્ષ કરી રહેલ મીડલ ઓર્ડર બેટર માર્નસ લાબુશેન પોતાની જગ્યા બનાવી રાખવામાં સફળ રહ્યો છે. લાબુશેને પાછલી બાંગલાદેશ વિરૂધ્ધની ઘરેલુ શ્રેણીમાં 1, 31 અને 4 રનની ઇનિંગ રમી હતી. પાછલા 20 ટેસ્ટમાં તેના બેટમાંથી ફક્ત એક અર્ધસદી નીકળી છે. તેની બેટિંગ સરેરાશ પપથી નીચે 44 પર આવી ગઇ છે. લાબુશેન કાંગારૂ ટેસ્ટ ટીમમાં ટકી રહ્યો છે, પણ ઓપનર જેક વેદરાલ્ડ બહાર થયો છે. 6 ટેસ્ટ બાદ તેની એવરેજ 20 રન આસપાસ છે. શ્રીલંકા વિરૂધ્ધ ગયા વર્ષે ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડર કૂપર કોનોલીનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે. સ્પિનર મેથ્યૂ કુહનેમેન પણ પસંદ થયો છે. તેના નામે પ ટેસ્ટમાં 2પ વિકેટ છે. ઓસ્ટ્રેલિયા ટીમ સાઉથ આફ્રિકામાં 2018 બાદ ટેસ્ટ મેચ રમશે. ત્યારે સેંડ પેપર વિવાદ થયો હતો અને કેપ્ટન સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફટ પર પ્રતિબંધ મુકાયા હતા. ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેંડ, એલેકસ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લીશ, મેથ્યૂ કુહનેમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, માઇકલ નેસર, મેથ્યૂ રેનશો, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને બ્યૂ વેબસ્ટર.

Panchang

dd