ચેન્નાઈ, તા. 7 : દુલિપ ટ્રોફી ફાઇનલમાં સદી કરનારો ઇશાન કિશન બીજો કપ્તાન બન્યો
છે. આ પહેલા અંશુમાન ગાયકવાડે 1987માં વેસ્ટ
ઝોનની કપ્તાની કરતાં નોર્થ ઝોન સામેની ફાઇનલમાં 216 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઇસ્ટ ઝોન તરફથી દુલિપ ટ્રોફીમાં કોઇ
ખેલાડીએ 31 વર્ષ પછી બેવડી સદી કરી છે.
અગાઉ ઇસ્ટ ઝોન તરફથી સાબા કરીમે 199પમાં અણનમ
200 રન વેસ્ટ ઝોન વિરુદ્ધ કર્યા
હતા, જ્યારે અરુણ લાલે દુલિપ ટ્રોફીમાં બે વખત બેવડી
સદી 1986માં કરી હતી. દુલિપ ટ્રોફીમાં
શ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ રમણ લાંબાનાં નામે છે. તેણે 1987માં 320 રનની ઈનિંગ રમી હતી. બીજાં
સ્થાને ગગન ખોડા છે. તેણે 2001માં અણનમ
300 રન કર્યા હતા. ઇશાન કિશન આ
મામલે આઠમા ક્રમે છે અને યશસ્વી જયસ્વાલથી આગળ થયો છે.