• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

નખત્રાણામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત

નખત્રાણા, તા. 7 : રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રૂા.35 કરોડના ખર્ચે બનનારી 100 બેડની સંપૂર્ણ સુવિધાયુક્ત સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આરંભમાં તાલુકા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડે કાર્યક્રમની રૂપરેખા આપી હતી, તાલુકા પ્રમુખ ધર્મેશ કેશરાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ તકે અધ્યક્ષસ્થાનેથી બોલતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 વર્ષથી સતત અવિરત રહેલી વિકાસયાત્રા થકી દેશમાં પરિવર્તન આવ્યું છે, જેમાં કચ્છના ધરતીકંપ પહેલાં અને પછીના પરિવર્તનની સ્થિતિ સાક્ષી બની છે. તેમણે આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો શ્રી ચાવડાએ નિર્માણ પામનારી જિલ્લાકક્ષાની આ હોસ્પિટલના ધારાસભ્યોનો મુખ્ય ફાળો હોવાનું જણાવી સરકારી દવાખાનાંમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનશે જેથી નખત્રાણા, લખપત અને અબડાસાના દર્દીઓને આરોગ્ય સુવિધાનો લાભ મળશે. દેશના છેવાડાના અબડાસા વિધાનસભા ક્ષેત્રના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં આરોગ્ય, શિક્ષણ, ડેમ, તળાવો, રોડ-રસ્તા સહિતનાં વિકાસકામાનો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર થકી સંપન્ન થયા હોવાનું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રણજિતસિંહ જાડેજાએ નિર્માણ પામનારી સુવિધાપૂર્ણ હોસ્પિટલ બદલ સાંસદ, ધારાસભ્યની સક્રિયતા અને કેન્દ્ર - રાજ્ય સરકાર પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. આ હોસ્પિટલ નિર્માણ માટે જમીનના દાતા રમણલાલ વાલજી મુખી પરિવારના પ્રતિનિધિ ભરતભાઈ મુખીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, ડાયાભાઈ સેંઘાણી, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, સત્તાપક્ષના નેતા સવિતાબેન સોલંકી, દંડક જાગૃતિબેન પલણ, જિલ્લા એપીએમસી ચેરમેન લાલજીભાઈ રામણી, લઘુમતી મોરચાના પ્રમુખ રવિભાઈ ગરવા, નયનાબેન પટેલ, દિલીપસિંહ, મોહનભાઈ ચાવડા, કલ્પેશ સચદે, ચેતન ઠક્કર, લક્ષ્મણસિંહ સોઢા, જયસુખ પટેલ, દિલીપ નરસિંગાણી, જેસંગ આહીર, ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ બાબુભાઈ ધનાણી, વેપારી મંડળ પ્રમુખ હેમેન્દ્ર કંસારા, કાનજીદાદા કાપડી, કાઉન્સિલર સોનબાઈ રબારી, ગોવિંદ બળિયા, વેણીલાલ રૈયાણી, મનોજ રૈયાણી, ડો. જાડેજા, પરેશ ભાનુશાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

નખત્રાણામાં હોસ્પિટલના ખાતમુહૂર્ત ટાંકણે રાજકીય શ્રેય લેવાનો પ્રયાસ

ભુજ, તા. 7 : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નખત્રાણામાં મંજૂર કરાયેલી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના ખાતમુહૂર્તના તા. 7મી સપ્ટેમ્બરના કાર્યક્રમની જાહેરાત, આમંત્રણ અંગેની માહિતી સંબંધિત સરકારી વિભાગ દ્વારા આપવી જોઈએ પણ ભાજપના પદાધિકારીઓ દ્વારા સરકારી નાણાંથી થનારાં વિકાસકાર્યમાં રાજકીય શ્રેય લેવાનો પ્રયાસ થતો હોવાની લાગણી લોકોમાં ઊભી થઈ હોવાનું કોંગ્રેસે જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ આયરે જિલ્લા કલેકટરને આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Panchang

dd