• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

કચ્છના સાક્ષરતાદરમાં અસામાન્ય ઉતાર-ચડાવ

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 7 : એક સમયે શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતો કચ્છ જિલ્લો ઔદ્યોગિક, પ્રવાસન સહિતનાં ક્ષેત્રોના વિકાસનાં કારણે હવે આ સરહદી જિલ્લો શિક્ષણ ક્ષેત્રે વિકાસની નવી કેડી કંડારી રહ્યો છે. 2011માં છેલ્લે હાથ ધરાયેલી વસ્તીગણતરી સમયે કચ્છનો સાક્ષરતાદર 71.58 ટકા હતો, એ પછી વસ્તીગણતરીનું કાર્ય હાલમાં હાથ ધરાયું છે અને 2027માં સાક્ષરતાદરના નવા આંકડા સામે આવવાના છે. જો કે, 1961થી 2011ના પાંચ દાયકા દરમિયાન કચ્છના સાક્ષરતાદરમાં સતત અને અસામાન્ય વધારાનો પ્રવાહ જોવા મળ્યો છે.

ઉતાર-ચડાવનું વિશ્લેષણ

1961માં કચ્છનો સાક્ષરતાદર ખૂબ જ નીચો હતો. 1971માં તે વધીને 29.44 ટકા થયો અને 1981માં 34.75 ટકા સુધી પહોંચ્યો. આ 20 વર્ષમાં ભૌગોલિક વિષમતા અને આંતરમાળખાંકીય સુવિધાઓના અભાવે શિક્ષણનો વ્યાપ ઘણો ધીમો રહ્યો હતો. વિશેષ રીતે મહિલા શિક્ષણનો દર અત્યંત નીચા આંકે નોંધાયો હતો.

1991માં સાક્ષરતાદર 43.70 ટકા થયો અને 2001 સુધીમાં તેમાં મોટો સુધારો જોવા મળ્યો અને તે 59.79 ટકા પર પહોંચ્યો. આ ગાળામાં પ્રાથમિક શિક્ષણના પ્રસાર માટેના પ્રયાસો વેગવંતા બન્યા હતા, તો કચ્છના ઈતિહાસમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટો બદલાવ 2001થી 2011ના દાયકામાં આવ્યો હતો. આ 10 વર્ષમાં સાક્ષરતાદરમાં 11.79 ટકાનો જંગી વધારો નોંધાયો, જેનાથી સાક્ષરતાદર 71.58 ટકાએ પહોંચ્યો હતો.

ત્રી-પુરુષ સાક્ષરતાદરમાં  મોટો તફાવત

કચ્છમાં પુરુષ સાક્ષરતાદર ત્રી સાક્ષરતાદર કરતાં ઘણો વધારે રહ્યો છે. છેલ્લા 2001થી 2011ના ગાળામાં મહિલા સાક્ષરતાદરમાં 48.59 ટકાથી વધીને 61.62 ટકા પહોંચ્યો હોવા છતાં 2011ની છેલ્લી ગણતરી મુજબ પુરુષ અને ત્રી સાક્ષરતાદરમાં 19 ટકાનો મોટો તફાવત જોવા મળ્યો હતો.

ગ્રામીણ ત્રી સાક્ષરતાદરની ચિંતાજનક સ્થિતિ

કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસનાં કારણે સાક્ષરતાદરમાં ચોક્કસથી વધારો જોવા મળ્યો છે. આમ છતાં ગ્રામીણ ત્રી સાક્ષરતાદરની સ્થિતિ અત્યંત ચિંતાજનક જોવા મળી રહી છે. 1961થી 2011ના પાંચ દાયકામાં પુરુષ અને મહિલા સાક્ષરતાદરમાં તફાવત જોવા મળ્યો છે, પણ આ તફાવત ક્રમશ: ઘટી રહ્યો છે.

કચ્છના સાત તાલુકાનો સાક્ષરતાદર સંતોષજનક

સત્તાવર રીતે જે આંકડા મળ્યા છે તેમાં એક વાત મહત્ત્વની સામે આવી છે કે, જિલ્લાના 10 પૈકીના સાત તાલુકામાં સાક્ષરતાદરની સ્થિતિ એકંદરે સંતોષજનક દેખાઈ રહી છે. 10 તાલુકાનું ત્રણ ભાગમાં વિભાજન કરાયું, તેમાં ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવીને ઊંચા સાક્ષરતાદરમાં સમાવિષ્ટ કરાયા છે. તો ભચાઉ, મુંદરા અને નખત્રાણા એ ત્રણ તાલુકા એવા છે કે, જેનો સાક્ષરતાદર મધ્યમ કક્ષાનો છે. અબડાસા, લખપત અને રાપર આ ત્રણ તાલુકા એવા છે કે, જેનો સાક્ષરતાદર ઘણો જ નીચો જોવા મળ્યો છે. શૈક્ષણિક સુવિધાનો વિકાસ ત્રીશિક્ષણમાં પછાતપણું, માળખાંકીય સુવિધાનો અભાવ, શિક્ષણ પ્રત્યે વધેલી જાગૃતિ અને શહેરી વિસ્તારનું આકર્ષણ સહિતના સકારાત્મક-નકારાત્મક પરિબળો આ આંકડામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે.

કચ્છના સાક્ષરતાદરની આંકડાકીય સ્થિતિ

વર્ષ      કુલ સાક્ષરતા દર         પુરુષ    ત્રી

(વસ્તીગણતરી)                       સાક્ષરતા          સાક્ષરતા 

1961    18.96% (આશરે)                -          -

1971    29.44%            37.40%            21.58%

1981    34.75%            45.21%            23.73%

1991    43.70%            55.70%            30.70%

2001    59.79%            70.93%            48.59%

2011    71.58%            79.40%            61.62%

Panchang

dd