ગાંધીધામ, તા. 7 : કંડલા પોર્ટ પર કરોડો રૂપિયાની
ખજુર કાંડની તપાસ હજુ પુર્ણ નથી થઇ ત્યાં મુંદરા પોર્ટ પરથી ડયુટી ચોરીનું વધુ એક મોટું
આંતર-રાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. ડીઆરઆઇએ શંકાના આધારે
111 કન્ટેનરો રોકાવ્યા બાદ પ્રાથમિક
ચકાસણી પછી ત્રણેક કન્ટેનરોને કલીયરન્સ આપ્યું છે. જ્યારે ડયુટી ચોરીમાં સંડોવાયેલા
મનાતા આઠેક કન્ટેનરોને સ્થગિત કરાવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું સામે આવ્યું
છે. પુલવામાઈંં આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનથી આયાત થતી વસ્તુઓ પર 200 ટકા ચેવી તોતિંગ આયાત ડયુટી
લાદયા બાદ ત્યાંથી વસ્તુઓ પર સદંતર પાબંદી લાદવામાં આવી હતી. તેમ છતાં અમુક ભેજાબાજો
પાકિસ્તાનથી આવતી વસ્તુઓને પહેલા દુબઇ અથવા ત્રીજા દેશમાં મોકલી ત્યાં બોગસ કાગળો
(ડયુટી ઓફ ઓરિજનલ પ્રમાણપત્ર) ઊભા કરી તે માલ ભારતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચતા હોય
છે. મુંદરા બંદર પરથી આવી મોડસ ઓપરેન્ડી આચવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કંડલા
બંદર ઉપર થોડા સમય અગાઉ આવો જ ખજુરકાંડ સપાટી ઉપર આવ્યો હતો. જેમાં પવન ગોયલ નામના
શખ્સની અટક કરાઇ હતી. અને આ શખ્સના જામીન પણ આકરી ઝાટકણી સાથે નકારી દેવામાં આવ્યા
હતા. દરમ્યાન મુંદરા પોર્ટ પરથી 8 કન્ટેનરો
અટકાવીને સુરક્ષા એજન્સીઓએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. કંડલા અને મુંદરા પ્રકરણમાં
સીએચએ કોણ છે આ પાડોશી દેશથી પ્રતિબંધિત વસ્તુઓ મંગાવી દેશને નુકસાન પહોંચાડવામાં કોને
રસ છે. તે સહિતની આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.