• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

બાંડિયામાં બંધ ઘરનું તાળું તોડી રાત્રિ દરમ્યાન દાગીનાની તસ્કરી

ભુજ, તા. 7 : અબડાસા તાલુકાના નાના એવા બાંડિયા ગામે બંધ ઘરનું તાળું તોડી રાત્રિ દરમ્યાન 60 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી થતાં ગામ તથા આસપાસમાં ચકચાર સાથે ફફડાટ વ્યાપ્યો છે. આ ચોરી અંગે ગઈકાલે નલિયા પોલીસ મથકે બાંડિયા ગામે રહેતા અને ખેતમજૂરી કરતા ઈમ્તિયાઝ કરીમ હાલેપૌત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 4/9ના રાતે તે તથા પત્ની અને બાળકો ઘર બંધ કરી નેત્રા ગામે પોતાના સાસરિયામાં ગયા હતા અને ત્યાં રાત્રિરોકાણ કરી બીજા દિવસે સવારે ઘરે પરત આવતાં ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં અને ઘરમાં સામાન વેરવિખેર હતો. કોઈ અજાણ્યા ચોર ઈસમે તિજોરીનું તાળું તોડી ખાનાની અંદરનું ગુપ્ત ખાનું તોડી તેમાંથી પત્ની તથા બાળકોના સોના-ચાંદીના દાગીના જેમાં સોનાની કાનની ઈયરિંગ-2 આશરે 11 ગ્રામ, સોનાની વીંટી એક, ચાંદી પટ્ટા બે, ચાંદીની પોંચી ત્રણ, ચાંદીની એક ચેન એમ કુલ રૂા. 60,000ની કિંમતના દાગીનાની ચોરી કરી ગયા હતા. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Panchang

dd