• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ઉશ્કેરણીજનક ઉજવણી ભારે પડી : પાક. મહિલા ટીમની કપ્તાન ફાતિમા શેખને દંડ

દુબઈ, તા. 7 : પાકિસ્તાન મહિલા ટીમની કપ્તાન ફાતિમા સના શેખને આઇસીસી આચારસંહિતના ઉલ્લંઘન સબબ મેચ ફીનો 10 ટકાનો દંડ થયો છે અને એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો છે. મહિલા એશિયા કપની ભારત વિરુદ્ધની મેચમાં પાક. કપ્તાન ફાતિમા સનાએ શેફાલી વર્માની વિકેટ લીધી હતી. જેની ઉશ્કેરણીજનક ઉજવણી કરીને શેફાલીને પેવેલિયન તરફ જવા હાથથી નિશાની કરી હતી. આ મામલે મેચ રેફરીએ ફાતિમાને દંડ ફટકાર્યો છે. આ મેચમાં પાકિસ્તાની મહિલા ટીમનો ફકત પપ રનમાં ધબડકો થયો હતો. બાદમાં ભારતીય મહિલા ટીમનો 7 વિકેટે ભવ્ય વિજય થયો હતો.

Panchang

dd