• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

25 દિવસમાં જ ગેસ બુકિંગ થઈ શકશે

નવી દિલ્હી, તા. 7 : પુરવઠાની સ્થિતિ સુધરતાં કેન્દ્રની મોદી સરકારે રાંધણગેસ મોરચે રાહત આપી છે. હવેથી તમામ ઘરેલુ ગેસગ્રાહક 25 દિવસે રિફિલ બુકિંગ કરાવી શકશે. આમ, હવે બાટલો મેળવવા માટે 45 દિવસ સુધી રાહ જોવી નહીં પડે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ગેસ રિફિલ બુકિંગનો ગાળો હવે સમાન કરી દેવાયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ આ જાણકારી આપી હતી. આ નવી વ્યવસ્થા આજે સોમવારથી જ લાગુ કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારે ઓઈલ કંપનીઓને આ બદલાવ આજથી જ તાત્કાલિક અસરથી લાગુ કરવા નિર્દેશ આપ્યો હતો. સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, મધ્ય-પૂર્વમાં જારી સંઘર્ષના કારણે રાંધણ ગેસ પુરવઠા પર દબાણ હતું, જેના પગલે શહેરોમાં ગેસ બુકિંગનો ગાળો 25 દિવસ, ગામડાંઓમાં 45 દિવસ કરી દેવાયો હતો. હવે રાંધણગેસના પુરવઠાની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે અને રિફિલિંગ પરથી દબાણ ઘટતાં પાબંદી હટાવી લેવાઈ છે. કેન્દ્રીય મંત્રીએ આ બદલાવનો અમલ તરત કરવા માટે તેલ કંપનીઓને લખેલા પત્રની નકલ પણ શેર કરી હતી.

Panchang

dd