કોડાય (તા. માંડવી), તા. 7 : ગામના ચારણવાસ
(સોનલનગર) ખાતે તથા સુલતાનનગરથી સ્વામિનારાયણ સંસ્કારધામ વાડી થઈને માંડવી-ભુજ હાઈવેને
જોડતા માર્ગ સહિત સોનલનગરમાં શેડ તેમજ કોડાયના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને
ગારબેજ કલેક્શન માટે ટ્રેક્ટર-ટ્રોલીનાં લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે
કરાયું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું બહુમાન કરવામાં
આવ્યું હતું. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાણશીભાઈ ગઢવીએ શાબ્દિક આવકાર આપી પ્રદેશ
ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી દવેના માર્ગદર્શન હેઠળ કોડાય સહિત સમગ્ર વિસ્તારમાં
વિકાસ કાર્યો અવિરતપણે ચાલુ રહેશે. તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીએ ભાજપના સુશાસનમાં
વિકાસની વણથંભી યાત્રા આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ જણાવ્યું
હતું કે, ગ્રામીણ કક્ષાએ જરૂરી સવલતો વિકસાવવા માટે સરકાર
સતત ચિંતિત છે. ગામડાંઓમાં ખૂટતી વિવિધ વિકાસની કડીઓને તબક્કાવાર પૂર્ણ કરી લોકોને
વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન
છાભૈયા, તાલુકા વિકાસ અધિકારી મયૂરકાંત પરમાર, બળવંતાસિંહ જાડેજા (કા. ચેરમેન, તા.પં.), તાલુકા મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ જોશી, ચંદ્રિકાબેન પારસિયા
(સદસ્યા તા.પં.), સરપંચ વિરલ જોશી, હરિઓમ
અબોટી સહિતનાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશનજીભાઈ જોશી (પ્રમુખ,
વિષ્ણુ સમાજ), પુનશીભાઈ ગઢવી, કાનજીભાઈ પટેલ (પૂર્વ સરપંચ), નાગશીભાઈ ગઢવી,
વાછિયાભાઈ ગઢવી, માવજી વેકરિયા, કિશોર ઠક્કર, શિવજી જુમ્મા, નારાણ
ગઢવી, હેમ્તિયાઝ લોઢિયા, હાર્દિક આહીર,
રાકેશ રાઠોડ, જયંતીભાઈ પારસિયા, જીતુ દરજી, કાનજીભાઈ ગઢવી, મેઘરાજભાઈ
ગઢવી, રતન ગઢવી સહિતના આગેવાનો તેમજ ચારણ સમાજના અગ્રણીઓ,
મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ
દેઢિયાએ, આભારવિધિ વિરલ જોશીએ કર્યા હતા.