• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ઓબીસી ક્રીમિલેયર : અસમંજસમાં સરકાર

નવી દિલ્હી, તા. 7 : ઓબીસી ક્રિમીલેયરના નિયમો અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ છે. જ્યારે સુપ્રીમ કોર્ટે સરકાર પાસે 11 માર્ચના નિર્ણયને સિવિલ સર્વિસ પરીક્ષા 2025ના ઉમેદવારો ઉપર લાગુ કરવા મુદ્દે જવાબ માગ્યો છે. જસ્ટિસ આર મહાદેવન અને જસ્ટિસ પી નરસિમ્હાની બેન્ચે કેન્દ્રને જવાબ આપવા માટે 17 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકારે રોહિત નાથન ચુકાદાને લઈને જાણકારી માગી હતી અને કહ્યું હતું કે, 11 માર્ચના ચુકાદાને લાગુ કરવામાં ઘણી પરેશાની છે. સરકારે કહ્યું હતું કે, જે ઉમેદવાર પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે તેમના ઉપર પ્રભાવ પડશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, સીએસઇ-2025ના 958 ઉમેદવારના પોસ્ટિંગને લઈને જૂના ઓબીસી ક્રિમીલેયર માપદંડને જ લાગુ કરવામાં આવે. સરકારનું કહેવું છે કે માતા-પિતાના વેતન અથવા કુલ આવકના આધારે જ કોઈ ઉમેદવારને ક્રિમીલેયરમાં રાખી શકાય નહીં. કેન્દ્રના કહેવા પ્રમાણે માતા-પિતાના પદ, તેમની અચલ સંપત્તિને પણ ધ્યાને રાખવી જરૂરી છે. ક્રિમીલેયર હેઠળ ઓબીસી સમાજના એવા લોકો આવે છે આર્થિક અને સામાજિક રૂપથી સંપન્ન માનવામાં આવે છે. તેવામાં અનામતનો લાભ મળતો નથી. જેનો હેતુ અનામતનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળે તેવો છે. 1992મા સુપ્રીમ કોર્ટે ઇન્દિરા સાહનીના મામલામાં ક્રિમીલેયરને લઈને સિદ્ધાંત લાગુ કર્યો હતો. બાદમાં આ વર્ગને સરકારી નોકરીઓ, શિક્ષામાં અનામતથી બહાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ એસસી, એસટી વર્ગ માટે આવો કોઈ નિયમ નથી. સુપ્રીમ કોર્ટે ભારત સરકાર વિરુદ્ધ રોહિત નાથન મામલામાં 11 માર્ચના રોજ ચુકાદો આપ્યો હતો. કેન્દ્રના કહેવા પ્રમાણે સીએસઈ-2025ની પરીક્ષાનો નિર્ણય પહેલા જ થઈ ચુક્યો હતો.

Panchang

dd