નવી દિલ્હી, તા.7: ઇન્ટરનેશનલ
ફૂટબોલમાંથી તાજેતરમાં નિવૃત્તિ લેનાર આર્જેન્ટિનાનો કપ્તાન અને સ્ટાર ફૂટબોલ ખેલાડી
લિયોનલ મેસ્સી હાલ કલબ લેવલે ઇન્ટર મિયામી તરફથી રમે છે. પોતાની જૂની કલબ બાર્સિલોના
2021માં છોડયા બાદ મેસ્સી ફ્રેંચ
કલબ પીએસજી ટીમનો હિસ્સો બન્યો હતો. 2023માં તેનો પીએસજી સાથેનો કરાર સમાપ્ત થયો હતો. આ પછી મેસ્સીને
સાઉદી અરબની કલબ અલ-ઇત્તિહાદ તરફથી 1.2 બિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 1પ હજાર 317 કરોડ રૂપિયાની
ઓફર થઇ હતી. જે મેસ્સીએ ઠુકરાવી દીધી હતી. દિગ્ગજ ફૂટબોલર મેસ્સીએ પરિવારને પ્રાથમિકતા
આપવા માટે આ મોટી રકમના કરારનો સ્વીકાર કર્યો ન હતો. સાઉદી અરબની કલબની ઓફક ઠુકરાવ્યા
બાદ મેસ્સી ઇન્ટર મિયામી કલબ સાથે જોડાયો હતો. આ ખુલાસો સાઉદી અરબની કલબ અલ-ઇત્તિહાદના
અધ્યક્ષ અનમાર અલ હાઇલીએ કર્યો છે. સાથોસાથ એમ પણ કહ્યું છે કે અમારી કલબના દરવાજા
મેસ્સી માટે કાયમ ખુલ્લા રહેશે.