ચેન્નાઇ,તા. 7 : કપ્તાન ઇશાન કિશનની રેકોર્ડબ્રેક
270 રનની મેરેથોન ઇનિંગની મદદથી
દુલિપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોન ટીમે 708 રન ખડક્યા છે. નોર્થ ઝોન સામે ફાઇનલમાં ઇશાન કિશને 334 દડામાં 30 ચોગ્ગા અને 7 છગ્ગાથી 270 રન બનાવી નવમી વિકેટના રૂપમાં
આઉટ થયો હતો. 2પ0 રન બનાવ્યા બાદ ઇશાન થાકીને રિટાયર્ડ હર્ટ થયો હતો. આ પછી ફરી
ક્રીઝ પર આવ્યો હતો અને વધુ 20 રન કરી કુલ
270 રને આઉટ થયો હતો. આથી તે ત્રેવડી
સદી ચૂકી ગયો હતો. મેચના બીજા દિવસના અંતમાં ઇસ્ટ ઝોનની પહેલી ઈનિંગ 163 ઓવરમાં 708 રને સમાપ્ત થઇ હતી. નોર્થ ઝોન
તરફથી ત્રિપુરાણા વિજયે 4 વિકેટ લીધી
હતી. ઇસ્ટ ઝોને દુલિપ ટ્રોફી ઈતિહાસનો સાતમો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ યાદીમાં
પહેલા સ્થાને નોર્થ ઝોન ટીમ છે. તેણે 1987માં વેસ્ટ ઝોન સામેની મેચમાં 868 રન કર્યા હતા. ઇસ્ટ ઝોને ફાઇનલના
બીજા દિવસે તેનો પહેલો દાવ 4 વિકેટે 38પ રનથી આગળ વધાર્યો હતો. ઇશાન કિશન અને
કુમાર કુશાગ્ર વચ્ચે પાંચમી વિકેટમાં 230 રનની ભાગીદારી થઇ હતી. કુશાગ્રએ 101 રન કરી સદી ફટકારી હતી. જ્યારે
ઇશાનના સાથમાં અનુકુલ રોયે 4પ અને કુનેન
કુરેશીએ 40 રન કર્યા હતા. મોહમ્મદ શમી
28 રને આઉટ થયો હતો. આથી ઇસ્ટની
ઇનિંગ 708 રને સમાપ્ત થઇ હતી. નોર્થ તરફથી
સિરાજે 2પ ઓવર ફેંકી હતી, પણ વિકેટ મળી ન હતી.