• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામ : 1.57 લાખના અંગ્રેજી શરાબ સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 7 : શહેરના ખોડિયારનગર વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં કેબિનની આડમાં દારૂ વેચતા શખ્સને પોલીસે પકડી પાડી રૂા. 1,57,515નો દારૂ જપ્ત કર્યે  હતો. જો કે, દારૂ કયાંથી આવ્યો તે બહાર આવ્યું નથી. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં એક કેબિન રાખી તેમાં દારૂનું વેચાણ કરતા અલ્તાફ ગુલમામદ રાયમા નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ જ વિસ્તારમાં પાણીના પ્લાન્ટમાં પણ દારૂ વેચાતો હોવાની ફરિયાદના આધારે અગાઉ એસએમસીએ છાપો માર્યો હતો. આ વિસ્તારમાં હજુ પણ દારૂ વેચાતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અલ્તાફ રાયમાને પકડીને કેબિન તથા આસપાસ રહેલા ભંગાર ટ્રકની વચ્ચેથી પોલીસે દારૂ શોધી કાઢયો હતો. અહીંથી ગ્રીન લેબલની 750 એમએલની 159 બોટલ, ગ્રીન લેબલ 180 મી.લિ.ના 48 ક્વાર્ટરિયા, 8પીએમની 750 મી.લિ.ની 96 બોટલ તથા 8પીએમના 48 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 1,57,515નો દારૂ જપ્ત કરાયો હતો, પરંતુ તેને આ દારૂ કોણ આપી ગયો હતો તે હજુ બહાર આવ્યું નથી.

Panchang

dd