ભુજ, તા. 7: કાર કંપનીએ ખામીયુક્ત ગાડી
આપી, વોરંટી દરમ્યાન સેવામાં ખામી કરી રિપેરીંગનો
બિલ વસૂલતા જિલ્લા ગ્રાહક કમિશનને ગ્રાહકની તરફેણમાં ચુકાદો આવતા રાજ્ય કમિશનમાં અપીલ
ને અપીલ રદ થઈ હતી.
ફરિયાદી પ્રદીપ આણંદજી ખોનાએ સ્કોડા ઓટો ઈન્ડિયા પ્રા. લિ.ના
ઓથોરાઈઝ્ડ ડીલર પાસેથી કાર ખરીદી હતી જે 7000 કિ.મી. ચાલ્યા બાદ નવી કારમાં ખામી સર્જાતા ડીલરને આપતા, એન્જિન પાર્ટસના રિપેર માટેનો ખર્ચ રૂા. 3,39,821નું બિલ આપતા ફરિયાદીએ ડીલર
અને કંપનીને અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઈ દાદ ન આપતા ફરિયાદીએ જિલ્લા ગ્રાહક ફોરમ
સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.
આ ફરિયાદ મંજૂર કરી રિપેરીંગ ખર્ચના રૂા. 2,71,473, તા. 15-6-2015થી નવ ટકા વ્યાજ તથા માનસિક
ત્રાસ અને ફરિયાદ ખર્ચ રૂા. 10 હજાર ચૂકવવા
સ્કોડા ઓટો ઈન્ડિયા પ્રા. લિ. તથા તેના ઓથો. ડીલર ટોર્ક ઓટો મેટીવ પ્રા. લિ. સામે હુકમ
કર્યો હતો. આ હુકમથી નારાજ થઈ ટોર્ક ઓટોમેટીવ પ્રો. લિ.એ રાજ્ય કમિશન સમક્ષ અપીલ કરી
હતી. અપીલકર્તા તરફથી સંખ્યાબંધ તારીખો આપવા છતાં ત્યાં કોઈ હાજર ન થતાં અપીલ રદ કરવામાં
આવી હતી. આ કેસમાં ફરિયાદી પક્ષે ભુજના ધારાશાત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમ વાલજીભાઈ ઠક્કર, હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા.
હત્યાના પ્રયાસમાં આરોપી નિદોર્ષ
લખપત તાલુકાના નરા ગામે ઘાતક હથિયાર વડે ઈજા પહોંચાડી મારામારી
કરી હત્યા પ્રયાસની ફરિયાદ જુમા પીરમામદ સમાએ આરોપી જુવાનસિંહ ઉર્ફે અખેરાજ દુજાજી
ફુલ વિરુદ્ધ નોંધાવી હતી. આ કેસમાં આરોપીને ભુજની સેશન્સ અદાલતે નિર્દોષ ઠરાવી છોડી
મુકવા હુકમ કર્યો છે.
ભુજના ખુનની કોશિશના કેસમાં આરોપીઓના જામીન મંજૂર
ભુજના એ-ડિવિઝન પોલીસમાં અકસ્માતના ગુનામાં બે મહિના બાદ ખુનની
કોશિશની કલમ ઉમેરી આરોપી સોહિલ અલાના ભોરિયા અને જાનમામદ મુસાભાઈ સમા વિરુદ્ધ ફરિયાદ
નોંધાઈ હતી. આ કેસમાં ભુજના અધિક સેન્સશ જજે બન્ને આરોપીના નિયમિત જામીન મંજુર કર્યા
છે. આ બન્ને કેસમાં આરોપીઓ તરફે વકીલ તરીકે કે. પી. ગઢવી હાજર રહ્યા હતા.