અંજાર, તા. 20 : અંજાર નગરપાલિકા ગ્રાઉન્ડમાં
ઉમા ક્લબ દ્વારા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાવડા
વીર ભગતાસિંહ ટીમ ચેમ્પિયન બની હતી. દીપ પ્રાગટય ત્રિકમદાસજી મહારાજના હસ્તે થયું હતું. અંજાર નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં
24 ટીમે ભાગ લીધો હતો. ફાઈનલ
મુકાબલો કોટડા ચકારની અશ્વમેઘ ઈલેવન અને થરાવડાની વીર ભગતાસિંહ ટીમ વચ્ચે થયો હતો.
જેમાં થરાવડાની ટીમ વિજેતા બની હતી. મુખ્ય દાતા ઇમ્પોરિયો રહ્યા હતા, ચેમ્પિયન ટીમને
સમાજના આગેવાનના હસ્તે ટ્રોફી અર્પણ કરાઇ હતી. મેન ઓફ ધ સિરીઝ દુષ્યંત પોકાર-પાંતિયા,
બેસ્ટ બેટ્સમેન દેવ લિંબાણી-કોટડા ચકાર, બેસ્ટ બોલર અક્ષ ગોરાણી-પાંતિયા રહ્યા હતા. આ ટૂર્નામેન્ટના સફળ આયોજન માટે ઉમા ક્લબના સભ્યો
દિલીપ શેઠિયા, નીતેશ માકાણી, સુમિત ભગત, શાંતિલાલ લાખાણી, મહેક ખીમાણી, સંજય છાભૈયા,
અંકિત ખીમાણી, વિપુલ છાભૈયા, પીયૂષ ખીમાણી, રોનક ગોરાણી, ભવ્ય ભગત, જયેશ પોકાર, ગોપાલ
પોકાર, રાજેશ ખીમાણી, પીયૂષ પોકારે જહેમત ઉઠાવી હતી.