• ગુરુવાર, 21 મે, 2026

પવારે કર્યો મોદીનો બચાવ : કોંગ્રેસ પર નિશાન

નવી દિલ્હી, તા. 20 : એનસીપી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારે પીએમ મોદીનો બચાવ કરતા કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું છે. પવારે કહ્યું હતું કે પીએમ મોદી કરતા મારા રાજકીય વિચાર ભલે અલગ હોય પણ ભૂલવું ન જોઈએ કે વડા પ્રધાનના રૂપમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે કામ કરી રહ્યા છે. એક કાર્યક્રમમાં પવારે કહ્યું હતું કે, જ્યારે પણ રાષ્ટ્ર હિતમાં સામૂહિક રીતે કામ કરવાની તક મળે તો તેના માટે આગળ આવવું જોઈએ અને દેશની પ્રતિષ્ઠા મજબૂત કરવામાં યોગદાન આપવું જોઈએ. શરદ પવારે કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહનસિંહ જેવા નેતાઓએ હંમેશા દેશના ભવિષ્ય અને તેની પ્રતિષ્ઠાને પોતાના નેતૃત્વના કેન્દ્રમાં રાખી છે. ભારતની પ્રતિષ્ઠા બચાવવાની વાત આવે તો રાજનીતિક મતભેદો વચ્ચે આવવા જોઈએ નહી અને પીએમ મોદી વિદેશોમાં દેશના સન્માનને જાળવી રાખવા કામ કરી રહ્યા છે. વધુમાં શરદ પવારે કાર્યક્રમમાં કહ્યું હતું કે, અમુક લોકો અલગ અલગ દળોમાં હોઇ શકે છે.   

Panchang

dd