• ગુરુવાર, 21 મે, 2026

દિવસભર લાઈનમાં ઉભ્યા બાદ વાહન ચાલકોને 80 લીટર જ ડીઝલ અપાય છે

ગાંધીધામ, તા. 20  : યુદ્ધના પગલે સર્જાયેલી સ્થિતિના કારણે ડીઝલ સંકટ ઊભું થયું છે જેની સીધી અસર નાના-મોટા ધંધાઓ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર પડી છે જેને લઈને ગાંધીધામ ચેમ્બર દ્વારા જિલ્લા કલેકટર પુરવઠા અધિકારી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બરના  પ્રતિનિધિ મંડળે જિલ્લા પુરવઠા અધિકારી એ એસ હાસમીને મળીને તેમની સાથે પણ ચર્ચા કરી હતી અને ત્યારબાદ જિલ્લા કલેકટર અનિલ કુમાર સાથે પણ રૂબરૂ બેઠક માં જિલ્લામાં ઊભી થયેલી ઇંધણની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટરો તથા વાહનચાલકોને દિવસ દરમિયાન લાંબી કતારમાં ઊભા રહ્યા પછી માત્ર 80 લીટર સુધીનો ડીઝલનો જથ્થો અપાય છે જેના કારણે વાહન વ્યવહાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઉપર વ્યાપક અસર પડી રહી છે જેટલી બને તેટલી જલ્દીથી આ સમસ્યાનું નિવારણ જરૂરી છે તેવી ચેમ્બર દ્વારા રજૂઆત કરાઈ હતી. જેના પગલે જિલ્લા કલેકટર અને અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને તેમાં પેટ્રોલિયમ કંપનીઓ પણ જોડાઈ હતી. ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને સરળતા થી ઇંધણ પુરવઠો મળી રહે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપવામાં આવી હતી. કચ્છના બે મોટા બંદર, લોજાસ્ટિક ક્ષેત્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ નિકાસ આયાત પ્રવૃત્તિઓ તથા વિકાસલક્ષી પ્રકલ્પ દેશની અર્થવ્યવસ્થામાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપે છે જો ઇંધણને અછત રહેશે તો વેપાર અને ઉદ્યોગ ઉપર તેની વિપરીત અસર જોવા મળે તેવી સ્થિતિ છે જેટલી બને એટલી ઝડપથી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડના વડપણ તળેના પ્રતિનિધિ મંડળમાં માનદમંત્રી મહેશ તિર્થાણી, ઉપપ્રમુખ દિપક પારખ, સહમંત્રી જતીન અગ્રવાલ,  કારોબારી સભ્ય મનોજ હનસુખાણી,  હરીશ માહેશ્વરી, રાકેશકુમાર જૈન, નરેન્દ્ર રામાણી  વિગેરે જોડાયા હતાં. 

Panchang

dd