ગાંધીધામ, તા. 19 : રાપરનાં આણંદપર ગામની સીમનાં
ખેતરમાં સંતાડેલો રૂા. 24,800નો શરાબ
મળ્યો હતો. આણંદપર ગામની દખણાદી સીમમાં આવેલાં ખેતરમાં જિગર નરશી કોળી નામના શખ્સે
દારૂ સંતાડી તેનું વેંચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે ગઇકાલે અહીં
કાર્યવાહી કરી હતી. આ ખેતરના શેઢામાં તપાસ કરતાં અહીંની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી
લખેલી આર. જે. ગ્રીન સ્પેશિયલ 180 મિલી.ના
276 ક્વાર્ટરિયા કિંમત રૂા. 24,840નો દારૂ મળી આવ્યો હતો, પરંતુ
દારૂ રાખનારો શખ્સ ત્યાં ગેરહાજર મળી આવ્યો હતો, જેને પકડી પાડવા આગળની તપાસ પોલીસે
હાથ ધરી છે.