ભુજ, તા. 20 : શહેરના રવાણી ફળિયામાં અંદરથી બંધ ઘરમાં
68 વર્ષિય માતા રસિલાબેન પ્રફુલ્લચંદ્ર બારમેડા
અને તેના 35 વર્ષિય દિવ્યાંગ પુત્ર ભરત બારમેડા મૃત
મળતા ચકચાર મચી હતી પોલીસે ઘરની અંદરના સીસીટીવી ફુટેજ ચકાસતા માતા રસીલાબેનને સંભવત
હૃદયરોગનો હુમલો આવતા તે ટેબલ પર ઢળી પડયા હતા અને નિત્યક્રમ મુજબ સવારે ઊઠી પુત્ર
ભરતે માતાને બોલાવતા તે ન આવતા પથારીમાંથી ઊઠવાના પ્રયાસમાં ભરત ડ્રેસિંગ ટેબલ સાથે
અથડાતા તેનું પણ મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ ચકચારી બનાવ અંગે તપાસકર્તા એ-ડીવીઝનના
પીએસઆઈ હર્ષિતાબેન મોરી તેમજ સંબંધિતો પાસેથી સિલસીલાવાર મળેલી વિગતો મુજબ સાગર પ્રફુલ્લચંદ્ર
બારમેડાનું મૃત્યુ પણ આકસ્મિક રીતે થતાં પિતા પ્રફુલ્લચંદ્રભાઈ ભાંગી પડયા હતા અને
આજથી છ-આઠ વર્ષ પૂર્વે પ્રફુલ્લચંદ્રભાઈનું પણ મસત્યુ થતા તેના પત્નિ રસીલાબેન અને
પેરાલિસીસ દિવ્યાંગ એવા ભરત નોંધારા બન્યા હતા. રસીલાબેન અને ભરતનું જીવન વ્યાજના નાણાંથી
ચાલતું . બે ટાઈમ ટીફીન બંધાયેલું હતું અને ઘરકામ માટે પણ કામવાળા બહેન રાખ્યા હતા.
આજે સવારે કામવાળા બહેન ઘરે આવતા ઘરનો દરવાજો ન ખુલતા પડોશીઓને જાણ કરી હતી તેમના પ્રયાસ
છતાં દરવાજો ન ખુલતા રસીલાબેનના પરિજનોને બોલાવાયા હતા. સાથોસાથ ભુજ ફાયર ટીમ અને પોલીસને
પણ અવગત કરાતા બધા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘરના દરવાજાનો લોક તોડી અંદર જતાં ડ્રોઈંગ
રૂમના ટેબલ ચતા પડેલા રમીલાબેન દેખાયા હતા
અને બેડરૂમમાં ભરત પણ મૃત અવસ્થામાં પડયો હતો. આ જોઈ બધા જ હતભ્રત બન્યા હતા અને રહસ્યમય
મોતને લઈ તર્ક-વિતર્ક સાથે ચકચાર મચી હતી અને જોત-જોતા આ બનાવ ટોક ઓફ ધી ટઉન બન્યો
હતો. કચ્છમિત્રએ આ ચકચારી બનાવ અંગે તપાસકર્તા પીએસઆઈ હર્ષિતાબેનનો સંપર્ક કરતા તેમણે
જણાવ્યું હતું કે, બન્નેના પોસ્ટમોર્ટમ કરી વિસેરા લઈ લેવાયા
છે અને તેના રિપોર્ટમાં મોતનું કારણ સામે આવશે. આ દરમ્યાન પોલીસે ઘરની અંદરના સીસીટીવી
ફુટેજ ચકાસતા તેમાં પ્રથમ રસીલાબેન સંભવત: હૃદયરોગનો હુમલો આવતા તે ડ્રોઈગરૂમના ટેબલ પર ઢળી પડયા હતા. આ બાદ બેડરૂમમાં સૂતેલો ભરત વહેલી
સવારે પડયા હતા. આ બાદ બેડરુમમાં સૂતેલો ભરત વહેલી સવારે ઊઠતા માતાને બોલાવ્યા પરંતુ
પ્રત્યુત્તર ન મળતા રાડા રાડી કર્યા બાદ દિવ્યાંગ ભરત પોતાની રીતે પલંગની પથારીમાંથી
ઊભો થવા જતા ગળાના ભાગે તે ડ્રેસીંગ ટેબલ સાથે અથડાતા ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
લાંબા સમય સુધી ઈજાથી પીડાઈ અને કણસ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. સવારના 6થી 10 વાગ્યા અને દરમ્યાનના સીસીટીવી ફુટેજમાં આ વિગતો
સામે આવી હતી. આ ચકચારી બનાવ અંગે એ ડિવિઝન
પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યે છે.