• ગુરુવાર, 21 મે, 2026

પૂર્વ કચ્છમાં જુગાર રમતા 14 ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છમાં પોલીસે ત્રણ જુદા-જુદા દરોડા પાડીને જુગાર રમતા 14 ખેલીને  પકડી પાડયા હતા. જો કે, એક ખેલી નાસી જવામાં સફળ રહ્યો હતો. આ ત્રણ કાર્યવાહી દરમ્યાન રોકડ રૂા. 70,100 જપ્ત કર્યા હતા. રાપરના કીડિયાનગરના હનુમાન મંદિર સામે બાવળની ઝાડીમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવતા હરિસિંહ જોરૂભા વાઘેલા, સવા ભુદા કાલર (રાજપૂત), શંકર અમરા ચાવડા, મોમાયા અરજણ પરમાર અને ભરતસિંહ મોડજી વાઘેલા નામના શખ્સો પાસેથી રોકડ રૂા. 48,700 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 68,700નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વધુ એક કાર્યવાહી ભચાઉના લાકડિયા સીમ વિસ્તારમાં ખરતરાવાંઢ પાસે અવાવરુ જગ્યામાં બાવળની ઝાડીમાં કરવામાં આવી હતી. અહીં બાવળોની વચ્ચે પત્તા ટીંચતા સામજી નાયા પરમાર, કરશન બાબુ ભીલ, ઇમરાન શેરમામદ રાઉમા, અબ્દુલ ઇબ્રાહીમ લંઘા નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ડાયનાનો મલ્ટિ ઇ-બાઇકનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 13,250, દ્વિચક્રી વાહન એમ કુલ રૂા. 38,250નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. ત્રીજો દરોડો આદિપુરમાં મદનસિંહ સર્કલ, ખાવડા સ્વીટ કોર્નર પાસે પાડવામાં આવ્યો હતો. અહીંથી હુસેન લતીફ રાણા, રમજુ આરબ મલિક, પરેશ મણિલાલ ઠક્કર, દિનેશ ગોવિંદ મહેશ્વરી તથા નારણ ગોપાલદાસ ગીરગીરાણી નામના ખેલીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 8150 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 28,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

Panchang

dd