• બુધવાર, 20 મે, 2026

ટીમમાં સ્થાનનો કોઈ શોર્ટ કટ નથી

અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં આવેલી એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્પોર્ટ્સ એકેડમીની ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે મુલાકાત લીધી હતી. આ વેળાએ એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકો, માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે નજીકથી સંવાદ સાધ્યો હતો.ક્રિકેટને લગતી પ્રવૃત્તિઓ અને અનૌપચારિક સત્રો દરમિયાન બાળકો સાથે મેદાનમાં જોડાઈને સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને રમત દ્વારા શિસ્ત, ધીરજ અને શીખવાની ખુશીને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના આ સંવાદે એકેડમીમાં ઉપસ્થિત તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનો માટે યાદગાર ક્ષણો સર્જી હતી. કાર્યક્રમ બાદ સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્ત્વની બાબત એ નથી કે તે ક્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં મને વધુને વધુ એમ લાગવા લાગ્યું છે કે ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય અથવા દબાણ વગર રમતનો આનંદ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ. જ્યારે બાળકો મેદાનમાં ઉતરે છે, ત્યારે તેઓ માત્ર રમત જ રમતા નથી, પરંતુ તેઓ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્વાસ પણ શીખે છે. અમદાવાદના આ યુવા ખેલાડીઓમાં જોવા મળેલી ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર હૃદયસ્પર્શી હતી અને મને આશા છે કે આવી પહેલ વધુને વધુ બાળકોને રમત દ્વારા સપનાં જોવા માટે પ્રેરિત કરતી રહેશે.  નોંધનીય છે કે, અમદાવાદમાં યોજાયેલી જછઝ10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સેલન્સની લોન્ચ ઇવેન્ટમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આઇસીસી ચેરમેન જય શાહ અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ પણ  ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd