ભુજ, તા. 20 : ભુજ બુલિયન મર્ચન્ટ એસોસીએશન
દ્વારા અવેરનેસ પ્રોગ્રામ ઓન હેજિંગ યુસિંગ બુલિયન ડેરિવેટીવ્સ કાર્યક્રમ દ્વારા સોના-ચાંદીના
ભાવમાં થતા ઉતાર-ચઢાવના જોખમ સામે રક્ષણ મેળવવા માટે એમસીએક્સ પર ઉપલબ્ધ ફ્યુચર્સ એન્ડ
ઓપ્શન્સના માધ્યમથી હેજિંગ અંગે જાગૃતિ ફેલાવાઇ હતી. કાર્યક્રમમાં એમસીએક્સના અધિકારી
શીતલ સુલાખે દ્વારા સરળ અને વ્યવહારુ ભાષામાં હેજિંગ અંગે માર્ગદર્શન અપાયું હતું.
બીબીએમએના હોદ્દેદારો દ્વારા શ્રી સુલાખેનું સન્માન કરાયું હતું. બીબીએમએના પ્રમુખ
ભદ્રેશ દોશીએ ભાવ ઉપર-નીચે થવાનું જોખમ ડબલ થઇ ગયું હોવાથી `હોશિયાર દિવસો' લાવવા તથા હવે ભાવ ઘટે
તો નુકસાન ન થાય એ ગણતરી હેજિંગથી થશે. તથા
આંગડિયા પેઢીના કર્મચારીના લૂંટના બનાવમાં વેપારીઓને સાવચેતી રાખવાનું સૂચન
કર્યું હતું. કાર્યક્રમમાં મિતેશ સોલંકીએ સરકાર દ્વારા સોના-ચાંદી ઉપર વધારેલી ડયૂટી
વિશે માહિતી આપી હતી. સંચાલન મંત્રી વિજય બુદ્ધભટ્ટી તથા આભારવિધિ ઉપપ્રમુખ ધર્મેન્દ્ર
બારમેડાએ કરી હતી. આયોજનમાં ઉપપ્રમુખ ગિરીશ સોલંકી, સંજય છત્રાળા, હિતેશ પોમલ, મુકેશ
સોની, અનીલ સોની, ધીમેન સોની જોડાયા હતા.