• ગુરુવાર, 21 મે, 2026

પાકિસ્તાનનો 2-0થી સફાયો કરતું બાંગલાદેશ

સિલહટ, તા.20 : બાંગલાદેશ ટીમે બે ટેસ્ટની શ્રેણીમાં પાકિસ્તાનનો 2-0થી સફાયો કર્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ બાંગલાદેશનો સતત ચોથો ટેસ્ટ વિજય થયો છે. ગત વર્ષે પાકિસ્તાનની ધરતી પર 2-0થી કલીન સ્વીપ કરી હતી. આજે મેચના આખરી દિવસે પાકિસ્તાન ટીમ 437 રનના વિજય લક્ષ્યાંક સામે સંઘર્ષ બાદ 38 રને ઓલઆઉટ થઇ હતી. આથી બાંગલાદેશનો 78 રને શાનદાર વિજય થયો હતો અને 2-0થી શ્રેણી કબજે કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બાંગલાદેશ ટીમ હવે પાંચમા સ્થાને આવી ગઇ છે. આથી ભારતીય ટીમ નુકસાન સાથે 6 નંબર પર ખસી ગઇ છે. જયારે પાક. આઠમા ક્રમે છે. બીજા દાવમાં પાક. તરફથી મોહમ્મદ રિઝવાને 166 દડામાં 94 રનની ઈનિંગ્સ રમી હતી. જયારે કપ્તાન શાન મસૂદ અને સલમાન આગાએ 71-71 રન બનાવ્યા હતા. બાંગલાદેશ તરફથી તૈઝૂલ ઈસ્લામે 6 વિકેટ લીધી હતી. 129 અને 69 રન કરનાર લિટન દાસ પ્લેયર ઓફ ધ મેચ અને કુલ 23 રન કરનાર મુશફીકુર રહીમ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયા હતા. 

Panchang

dd