વિશ્વગુરુ બની રહેલા ભારતમાં
એક તરફ આધુનિક ટેકનોલોજીના ઉપયોગનું ચલણ વધી રહ્યંy છે ત્યારે સરકારી નિયમોની જડતા અને માનવીય અભિગમના અભાવે ભારે
દારૂણ બનાવ સામે આવતા રહે છે. દેશ માટે ચિંતા
જગાવે તેવા બનાવોની શ્રંઊખલામાં ઓરિસ્સાની એક બેંકનો ચોંકાવનારો કિસ્સો જોડાયો છે. દેશની વહીવટી અને તેમાં પણ ખાસ તો બેન્કિંગ વ્યવસ્થાને
શરમસાર કરતા આ બનાવે નવી ચર્ચા છેડી છે. થોડા
દિવસો પહેલાં ઓરિસ્સાના કેંજોર જિલ્લામાં એક આદિવાસી વ્યક્તિને પોતાની મૃત બહેનનાં
ખાતાંમાંથી લગભગ 19 હજાર રૂપિયા
ઉપાડવા માટે એટલી બધી હેરાનગતિ થઈ કે તેને પોતાની મૃત બહેનના હાડપિંજરને લઈને બેન્ક
જવું પડયું હતું. બેન્ક તરફથી તેમની પાસેથી મૃત્યુના પ્રમાણપત્ર અને વારસાઈનાં પ્રમાણપત્ર
માગવામાં આવ્યાં હતાં, પણ પરિવારજનોનો આરોપ
છે કે, તેમને વારંવાર ધક્કા ખવડાવાયા હતા.
ભારે ઉહાપોહ થયા બાદ બેન્કે આ વ્યક્તિને તેમની બહેનની રકમ આપી દેવાઈ છે, પણ
આ બનાવે દેશમાં આર્થિક લેવડદેવડને સરળ અને ડિજિટલાઈઝ્ડ કરવા છેલ્લા એક દાયકામાં સધાઈ
રહેલી પ્રગતિની સામે ગંભીર સવાલ ખડો કર્યો છે. આ તાજા બનાવે બતાવ્યું છે કે, આર્થિક
વહેવારોમાં સરલીકરણનો અર્થ બેન્કખાતાંની રોજિંદી લેવડદેવડ હોવો જોઈએ નહીં. આમ તો બેન્કોના
પોતાના નિયમો યોગ્ય છે કે, કોઈ મૃતકનાં ખાતાંમાંથી કોઈને પણ નાણાં આપી શકાય. આમાં છેતરપિંડી રોકવા માટેની જોગવાઈઓ છે, પણ સરવાળે
એવી છાપ ઊભી થાય છે કે, આ નિયમોના પાલનમાં માનવતાની ભાવના જાળવવાની ખાસ અનિવાર્યતા
છે. શહેરી વિસ્તારોમાં બેન્કો તેમના ગ્રાહકોને
વધુ સરળતાથી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવે છે. આને
લીધે નિયમોના પાલનમાં ભાગ્યે જ કોઈ ફરિયાદ
આવે છે, પણ ગ્રામીણ કક્ષાએ બેન્કોમાં નિયમોની
અધૂરી જાણકારી હોય છે. કર્મચારીઓ હાલના સંજોગોમાં જોખમ લેતા હોતા નથી. આવામાં ઓરિસ્સા જેવા બનાવો બને છે. ખરેખર તો હવે
બેન્કિંગ વ્યવસ્થામાં મૃતક ખાતેદારોના પરિવારજનો ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને નિયમોની માહિતી
આપવાની સાથોસાથ વહેવારમાં મદદરૂપ થાય તેવા જાણકાર અધિકારીની હાજરી અનિવાર્ય બની છે.
આ અધિકારી આવા દરેક કામોમાં જરૂરી પ્રમાણપત્રો જોડવા અને ક્યાંથી મેળવવા તેનું માર્ગદશન
આપી શકે એવા તાલીમબદ્ધ હોવા જોઈએ. આમ થાય તો ખાતાધારકો અને તેમના પરિવારજનોની હાલાકીનો
ઉકેલ આવી શકે અને ફરિયાદો ઊભી થાય જ નહીં.
ઓરિસ્સાનો આ બનાવ બેન્કિંગ વ્યવસ્થા માટે આંખ ઉઘાડે તેવી બની રહે એવી અપેક્ષા
રાખવી રહી.