• ગુરુવાર, 21 મે, 2026

પરંપરાગત રમતો-જ્ઞાનોપાર્જિત પ્રવૃત્તિઓ છવાઈ

માધાપર, તા. 20 : રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા દ્વારા છેલ્લાં 15 વર્ષથી આ ગામે યોજાતા નિ:શુલ્ક સમર કેમ્પમાં ચાલુ વર્ષે 207 બાળકે ભાગ લીધો હતો. આ કેમ્પનો વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિની વિવિધ પરંપરાગત રમતો ઉપરાંત જ્ઞાન ઉપાર્જન કરતી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસનો ભાગ ઉજાગર કરવા આ આયોજન હેઠળ પ્રયત્નો હાથ ધરાયા હતા, જેમાં લુપ્ત થતી શેરી રમતો, નૃત્ય વર્ગ, ભારતીય પરંપરાઅનુસાર દિનચર્યાના વર્ગો, જ્ઞાન સંવર્ધિત વક્તવ્યો ગોઠવીને બાળકોનાં શારીરિક, માનસિક ક્ષમતાવર્ધનના પ્રયત્નો કરાયા હતા. ટ્રસ્ટ દ્વારા દરરોજ નાસ્તાની વ્યવસ્થા રાખી હતી. રઘુનાથજી મંદિર પ્રમુખ વેલજીભાઈ ભુડિયાએ આ આયોજનોને રાષ્ટ્રભાવના - પરિવાર ભાવના જગાડનારા ગણાવ્યા હતા. નિરંતર દોઢ દાયકાનાં આયોજનને ઉપસ્થિત મહેમાનોએ બિરદાવ્યા હતા. સારું પ્રદર્શન કરનારાં બાળકોને કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, ઉદ્યોગપતિ મનોજભાઈ સોલંકી, વેલજીભાઈ કારા દ્વારા સન્માનિત કરાયાં હતાં, તો કાર્યકર બહેનોને પારૂલ કારા, તુષારી વેકરિયા, પ્રવીણ ખોખાણી, ઋતુબેન સોલંકીએ સન્માનિત કર્યા હતા. સમર કેમ્પમાં સંઘના કાર્યકરો જયદીપ સોલંકી, પાર્થ બારમેડા,વૈશાલીબેન જેઠી, કિરણબેન પટેલ, મુક્તિબેન પટેલે કૌશલ્યવર્ધિત યોગદાન આપ્યું હતું. એમ.એસ.વી હાઈસ્કૂલ ખાતે સમાપન કાર્યક્રમમાં ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી ડો. મનોજ સોલંકી, સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, વેલજીભાઈ ભુડિયા, જિ.પં. પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, મારૂ કંસારા સોની જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઈ સોની, ભરતભાઈ રાઠોડ, તુષારીબેન વેકરિયા, પ્રવીણ ખોખાણી,  ઝીણાભાઈ ડબાસિયા (નવચેતન), હિરેનભાઈ વાગડિયા, નવીન સોની, માધવીબેન માલવિયા, નીલભાઈ ડબાસિયા, રમેશભાઈ સોનપાર, સુરેશ વણકર, નારણભાઈ, દક્ષાબેન પટેલ, શાંતાબેન પટેલ, ઋતુબેન સોલંકી મંચસ્થ રહ્યા હતા. સંચાલન વિનોદ પિંડોરિયા, વિશેષ મંતવ્ય મહેશ સોનીએ આપ્યું હતું. આયોજન માટે હેમા પિંડોળિયા, સુમન સેંઘાણી, પુષ્પા ડબાસિયા,પ્રીતિ રાઠોડ, જયશ્રી ચૌહાણ, આરતી ટાંક, નકી પિંડોળિયા, સોના વાઘજિયાણી, જાગૃતિ ચાવડા, શ્વેતા સોલંકીએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd