રાયપુર
તા.14 : આઇપી એલની ગઇકાલની મેચમાં કેકેઆર સામે કિંગ
કોહલીએ 10પ રનની ઇનિંગ્સ રમી વિક્રમોની વણઝાર રચી હતી.
આ સાથે વિરાટ કોહલીએ આઇપીએલમાં નવમી અને ટી-20 ક્રિકેટમાં 10મી
સદી ફટકારી હતી. આ ઉપરાંત સૌથી ઝડપે 14000 રન પણ પૂરા કર્યાં હતા. ટી-20 ક્રિકેટમાં 10 સદી
સુધી પહોંચનારો વિરાટ કોહલી ફકત ચોથો ખેલાડી છે. આ પહેલા ક્રિસ ગેલ (22), બાબર આઝમ (13) અને ડેવિડ વોર્નર (10) આ સિદ્ધિ હાંસલ કરી ચૂકયા છે. કોહલીએ 409 ઇનિંગમાં ટી-20 ક્રિકેટમાં 14000 રન પૂરા કર્યાં છે. જે સૌથી ઝડપી છે. આ મામલે
તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડયો છે. ગેલે 14000 રન 423 દાવમાં બનાવ્યા હતા. 14000 રનના આંકડે પહોંચનારો કોહલી વિશ્વનો છઠ્ઠો અને
ભારતનો પહેલો બેટધર છે. આઇપીએલમાં કોહલીના
નામે સૌથી વધુ 9 સદી છે. આ પછીના ક્રમે જોસ બટલર સાત સદી સાથે
છે. આ ઉપરાંત કોહલીએ આઇપીએલમાં 279મો
મેચ રમી ધોની-રોહિતને પાછળ રાખી દીધા હતા. આ બન્નેના નામે 278 મેચ છે. આઇપીએલમાં કોહલી 21મી વાર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો અને આ મામલે
રોહિત શર્માની બરાબરી કરી હતી. એબી ડિ'વિલિયર્સ (2પ) અને ક્રિસ ગેલ (22) તેમનાથી
આગળ છે.