• શુક્રવાર, 15 મે, 2026

મધ્યપૂર્વના તનાવથી : મોંઘવારી બેફામ

નવી દિલ્હી, તા. 14 : ઈંધણ, વીજળી અને ક્રૂડ ઓઈલની કિંમતમાં તીવ્ર વધારાનાં કારણે એપ્રિલ માસમાં જથ્થાબંધ ફુગાવાનો દર બમણાંથી પણ વધીને 8.30 ટકા થઈ ગયો છે અને 42 માસની સર્વોચ્ય સપાટીએ પહોંચી ગયો છે. દેશમાં આગામી દિવસોમાં મોંઘવારી વકરે તેવી દહેશત છે. માર્ચમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 3.88 ટકા હતો અને હવે એપ્રિલમાં મોંઘવારીએ ભરડો લેવાની શરૂઆત કરી દીધી હોવાનો સંકેત આપી દીધો છે. જથ્થાબંધ ભાવાંક આધારિત (ડબલ્યૂપીઆઈ) ઈંધણ અને વીજળીનો ફુગાવો એપ્રિલમાં વધીને 24.71 ટકા થયો હતો. માર્ચમાં આ આંકડો 1.05 ટકા હતો. પેટ્રોલિયમ પેદાશોની બાબતમાં એપ્રિલમાં મોંઘવારી 88.06 ટકા રહી હતી. જે માર્ચમાં 51.5 ટકા હતી.જથ્થાબંધ ફુગાવાનાં આંકડામાં આ ધગધગતો વધારો પશ્ચિમ એશિયાનાં સંકટની સીધી અસરનો પુરાવો આપી જાય છે. હોર્મુઝ નાકાબંધીનાં કારણે દુનિયાભરમાં ઓઈલ પુરવઠો ખોરવાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં આંકડા અનુસાર ખાદ્યપદાર્થોમાં માર્ચમાં 1.90 ટકા રહેલો ફુગાવો એપ્રિલમાં વધીને 1.98 ટકા થયો છે. બિન ખાદ્ય ચીજોમાં તે 11.5 ટકાથી વધીને 12.18 ટકા થયો છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર રાંધણ ગેસનો મોંઘવારીનો દર માર્ચમાં માઈનસ 1.54 ટકા હતો અને તે એપ્રિલમાં વધીને 10.92 ટકા થઈ ગયો છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો દર અનુક્રમે 32.4 અને 25.19 ટકા નોંધાયો છે. 

Panchang

dd